ETV Bharat / state

માળીયામાં જમીન બાબતની જૂની અદાવતમાં યુવાનની હત્યા - latest Crime news

માળિયામાં લોકડાઉન વચ્ચે રવિવારે રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો. જેમાં અંગત અદાવતમાં એક યુવાનની હત્યા કરાઈ હતી. તો અન્ય યુવકને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. બીજી બાજુ હત્યા કરનાર શખ્સને પણ ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવ અંગે જાણ થતા માળિયા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

માળીયામાં જમીન બાબતની જૂની અદાવતમાં યુવાનની હત્યા

author img

By

Published : Apr 20, 2020, 4:39 PM IST

મોરબીઃ જિલ્લાના માળીયામાં ખેલાયેલા ખૂની ખેલની મળતી વિગતો મુજબ મૃતક અનવરભાઈ હબીબભાઈની હત્યા નીપજાવવામાં આવી હતી. તેની સાથે રહેલા ગુલામ હુસેન માલાણીને ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને પ્રથમ સારવાર માટે માળિયા અને બાદમાં મોરબી રીફર કરવામાં આવ્યા છે. જ્યારે આ હત્યા કરનાર દાઉદ ઈસાને પણ છરીના 3 ઘા તેમજ માથા અને હાથના ભાગે ઇજાઓ પહોંચી હોય જે ગંભીર હાલતમાં તેઓને રાજકોટની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે. જે બનાવ અંગે કાસમભાઈ હબીબભાઈ જામે માળિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

હબીબભાઈને આરોપી કરીમ ઈસાભાઈ જામ, દાઉદ ઈસાભાઈ જામ અને ગફુર ઈસાભાઈ જામ સાથે જમીન બાબતે જૂની અદાવત ચાલતી હોય તે બાબતનો ખાર રાખી એક સાથે મળી ફરિયાદી કાસમભાઈ તથા સાહેદો પોતાની બોલેરો ગાડીમાં જતા હોય તેને મામલતદાર કચેરી સામે રોકી આરોપીઓએ તલવાર ઘારીયું તથા ભાલા વડે હુમલો કરી ફરિયાદી કાસમભાઈના ભાઈ અનવર હબીબભાઈ જામને આરોપી કરીમ જામએ તલવારનો ઘા પેટના ભાગે મારી ગંભીર ઈજા પહોચાડી તેનું મોત નીપજાવી તેમજ સાહેદ ગુલામ રસુલભાઈ માલાણીને અન્ય આરોપીઓએ તલવાર, ભાલા, ધારિયા વડે માથામાં તથા પેટના ભાગે ઈજા કરી હોવાની ફરિયાદ માળિયા પોલીસ મથકમાં કાસમભાઈ જામે નોંધાવી છે.

સામાપક્ષે કરીમ ઈસાભાઈ જામે ફરિયાદ નોંધાવી છે કે, કરીમ ઈસાભાઈ જામને આરોપી કાસમ હબીબભાઈ જામ, અનવર હબીબભાઈ જામ, ગુલામ રસુલભાઈ માલાણી અને ફારુક હબીબભાઈ જામ સાથે જમીન બાબતે મન દુઃખ ચાલતું હોઈ જે બાબતનો ખાર રાખી ફરિયાદી કરીમબી જામ તથા ઈજા પામનાર સાહેદ દાઉદ ઇશાભાઇ જામને આરોપીઓએ ગાળો બોલી જાનથી મારી નાખવાના ઈરાદે ફરિયાદીને મથકના ભાગે ઘારીયું મારી તેમજ સાહેદને આરોપી કાસમભાઈ જામે ઘારીયું ડાબા હાથમાં મારી હાથ કાપી નાખી તથા આરોપી અનવર જામ અને ગુલામ માલાણીએ ફરિયાદી કરીમ જામ તથા સાહેદને ધોકા તથા છરી વતી વાસામાં તથા હાથમાં માર મારી ઈજા કરી તેમજ આરોપી ફારુક જામે સાહેદ દાઉદ ઇશાને મારી નાખવાના ઈરાદે બંને પગ ઉપર સ્વીફટ કાર ફેરવી બંને પગમાં ઈજા કરી મોત નિપજાવવાની કોશિશ કરી હોવાની ફરિયાદ નોધવામાં આવી છે. માળીયા પોલીસે બંને પક્ષની સામસામી ફરીયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.