ETV Bharat / state

મોરબીના ઉપસરપંચ વિરુદ્ધ ૧૦ કરોડથી વધુની ખનીજચોરીની ફરિયાદ - minority

મોરબી: શહેરના પાનેલી ગામમાં બારદિવસ પૂર્વે રોડ અકસ્માત થયો હતો, ત્યારબાદ ગ્રામજનોએ ખનીજચોરી મામલે વ્યાપક રોષ પ્રગટ કર્યો હતો. તંત્ર દ્વારા ખનીજ ચોરીની તપાસ કરવામાં આવતા ગામના ઉપસરપંચ વિરુદ્ધ ૭.૧૧ લાખથી વધુની ખનીજ ચોરી કરવા ઉપરાંત પર્યાવરણ નુકશાની વળતર મળીને ૧૦.૦૨ કરોડથી વધુની ખનીજચોરી અંગે પોલીસમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે.

ફાઈલ ફોટો
author img

By

Published : Apr 5, 2019, 10:44 PM IST

મોરબીના ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર અંકુર ભાદરકા દ્વારા તાલુકા પોલીસ મથકમાં IPC કલમ ૩૭૯ તથા ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનીંગ ટ્રાન્સપોર્ટશન એન્ડ ટ્રોરેજ) તેમજ MMRD એક્ટ ૧૯૫૭ની કલમ ૪ (૧) ૪ (૪ એ) તથા ૨૧ (૧) ૬ મુજબ પાનેલી ગામના ઉપસરપંચ રમેશ આંતરેસા વિરુદ્ધ પાનેલી ગામની સીમ જગ્યામાં આવતા વિસ્તારમાં હાર્ડ મોરમ (ખનીજ)નું ખોદકામ કરી બિન અધિકૃત રીતે ૩,૧૬,૦૮૬ મેં. ટન કિંમત રૂ. ૭,૧૧,૧૯,૩૫૦ છે. સરકારની વસુલાત પાત્ર થતી રકમ તથા બિન અધિકૃત રીતે ખનન થયેલ રૂ. ૨,૯૧,૫૮,૯૩૩ પર્યાવરણને નુકશાનીનું વળતર મળીને કુલ રૂ. ૧૦,૦૨,૭૮,૨૮૩ની ખનીજ ખાતાની કોઈપણ મંજુરી વગર આરોપી તથા ખનન સાથે સંકળાયેલ આરોપીએ ગેરકાયદેસર ખનીજ ચોરી કરી ગુનો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

કરોડોના ખનીજચોરીનો અકસ્માતને પગલે થયો પર્દાફાશ

પાનેલી ગામમાં ૨૪ માર્ચના એક ટ્રક દ્વારા સતવારા વૃદ્ધનું અકસ્માતે મોત થયા બાદ પાનેલી ગ્રામજનોએ આ વિસ્તારમાં વ્યાપક ખનીજચોરીની ફરિયાદ કરી હતી. જે ફરિયાદને પગલે પ્રાંત અધિકારી મોરબી દ્વારા તપાસનો આદેશ મળતા ગ્રામજનો, ગામના તલાટી પ્રધાનને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી. જેમાં ખોદકામ એક કે દોઢ વર્ષથી ચાલુ હોય અને રસ્તો અંદાજે ત્રણ દિવસથી ખોદી નાખ્યો હોવાનું જણાવ્યું હતું. તપાસ ટીમે સ્થળ પરની તપાસ કરવા દરમિયાન હાર્ડ મોરમ ખનીજનું ખોદકામ ગામના ઉપસરપંચ રમેશ આતરેસા હોદ્દાનો દુરુપયોગ કરી તેમજ ગ્રામજનોએ ધમકાવીને કરતો હોય અને ગામમાંથી ખેતર જવાનો રસ્તો તોડી નાખી નુકશાન કર્યાનું ગ્રામજનોએ તપાસ ટીમને જણાવ્યું હતું.

૩.૧૬ લાખ મેં.ટન ખનીજની ચોરી, કરોડોની રોયલ્ટીનો ધુંબો

રોયલ્ટી ઈન્સ્પેકટરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, સ્થળ પર સર્વેયર દ્વારા માપણી મુજબ કુલ ૩,૧૬,૦૮૬ મેં ટન ખનીજ ચોરી થયું છે. જેના પ્રતિ મેં.ટનના રૂ ૨૨૫ લેખે રૂ ૭,૧૧,૧૯,૩૫૦ વસુલવાપાત્ર થાય છે અને ખનીજ માટે ખનીજ કિંમત રૂ. ૨૨૫ પ્રતિ મેં ટનના ૪૧ % લેખે બિનઅધિકૃત ખનનના રૂ. ૨,૯૧,૫૮,૯૩૩ પર્યાવરણીય નુકશાની વળતર રકમ ડી.એમ.એફ ટ્રસ્ટ હેઠળ વસુલવાની થાય છે. આમ કુલ રૂ. ૧૦,૦૨,૭૮,૨૮૩ વસુલવાપાત્ર રકમ થતી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે.

તંત્ર ફરી ઊંઘતું ઝડપાયું, હવે રોયલ્ટી વસુલાત માટે દોડધામ

મોરબી જિલ્લો ખનીજ સંપદાથી સંપન્ન હોય ઉપરાંત વાંકાનેર અને હળવદમાં પણ ખનીજ ચોરીની વ્યાપક ફરિયાદો ઉઠતી રહે છે. જોકે એકલ દોકલ કાર્યવાહી કરીને તંત્ર સંતોષ માની લેતું હોય છે, પરંતુ ખનીજચોરી કરનારા મોટા માથા સુધી તેના હાથ પહોંચતા નથી. ત્યારે પાનેલીના કિસ્સામાં પણ એવું જ બનવા પામ્યું છે. જોકે અકસ્માત બાદ ગ્રામજનોએ મૃતદેહ સ્વિકારવા જ ઇનકાર કરી દીધા બાદ છેક તંત્ર તપાસ માટે માન્યું હતું. જેમાં કરોડોની ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે. જોકે હવે તંત્ર કરોડોની રોયલ્ટી વસુલી શકે છે કે નહિ તે જોવું રહ્યું.

R_GJ_MRB_08_05APR_MORBI_KHANIJ_CHORI_FARIYAD_FILE_PHOTO_AV_RAVI

R_GJ_MRB_08_05APR_MORBI_KHANIJ_CHORI_FARIYAD_SCRIPT_AV_RAVI

મોરબીના પાનેલી ગામના ઉપસરપંચ વિરુદ્ધ ૧૦ કરોડથી વધુની ખનીજચોરીની ફરિયાદ

ગેરકાયદેસર ખનીજ ખનન કરી પર્યાવરણને નુકશાની પહોંચાડી 

        મોરબીના પાનેલી ગામે બારેક દિવસ પૂર્વે થયેલા રોડ અકસ્માત બાદ ગ્રામજનોએ ખનીજચોરી મામલે વ્યાપક રોષ પ્રગટ કર્યો હતો અને તંત્ર દ્વારા ખનીજ ચોરીની તપાસ કરવામાં આવતા ગામના ઉપસરપંચ વિરુદ્ધ ૭.૧૧ લાખથી વધુની ખનીજ ચોરી કરવા ઉપરાંત પર્યાવરણ નુકશાની વળતર મળીને ૧૦.૦૨ કરોડથી વધુની ખનીજચોરી અંગે પોલીસમાં ગુન્હો નોંધવામાં આવ્યો છે

        મોરબીના ખાણ ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેકટર અંકુર ભાદરકા દ્વારા તાલુકા પોલીસ મથકમાં આઈપીસી કલમ ૩૭૯ તથા ગુજરાત મિનરલ્સ (પ્રિવેન્શન ઓફ ઈલીગલ માઈનીંગ ટ્રાન્સપોર્ટશન એન્ડ ટ્રોરેજ) તેમજ એમ એમ આર ડી એક્ટ ૧૯૫૭ ની કલમ ૪ (૧) ૪ (૪ એ) તથા ૨૧ (૧) ૬ મુજબ પાનેલી ગામના ઉપસરપંચ રમેશભાઈ શીવાભાઈ આંતરેસા વિરુદ્ધ પાનેલી ગામની સીમ જગ્યામાં આવતા વિસ્તારમાં હાર્ડ મોરમ (ખનીજ) નું ખોદકામ કરી બિન અધિકૃત રીતે ૩,૧૬,૦૮૬ મેં. ટન કીમત રૂ ૭,૧૧,૧૯,૩૫૦ સરકારની વસુલાત પાત્ર થતી રકમ તથા બિન અધિકૃત રીતે ખનન થયેલ રૂ ૨,૯૧,૫૮,૯૩૩ પર્યાવરણને નુકશાનીનું વળતર મળી કુલ રૂ ૧૦,૦૨,૭૮,૨૮૩ ની ખનીજ ખાતાની કોઈપણ મંજુરી વગર આરોપી તથા ખનન સાથે સંકળાયેલ આરોપીએ ગેરકાયદેસર ખનીજ ચોરી કરી ગુન્હો કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી છે

કરોડોના ખનીજચોરીનો અકસ્માતને પગલે થયો પર્દાફાશ

        પાનેલી ગામે તા. ૨૪-૦૩ ના રોજ એક ટ્રક દ્વારા સતવારા વૃદ્ધનું અકસ્માતે મોત થયા બાદ પાનેલી ગ્રામજનોએ આ વિસ્તારમાં વ્યાપક ખનીજચોરીની ફરિયાદ કરી હતી જે ફરિયાદને પગલે પ્રાંત અધિકારી મોરબી દ્વારા તપાસનો આદેશ મળતા ગ્રામજનો, ગામના તલાટી મંત્રીને સાથે રાખીને તપાસ કરવામાં આવી હતી જેમાં ખોદકામ એક કે દોઢ વર્ષથી ચાલુ હોય અને રસ્તો અંદાજે ત્રણ દિવસથી ખોદી નાખ્યો હોવાનું જણાવ્યું હતું અને તપાસ ટીમે સ્થળ પરની તપાસ કરવા દરમિયાન હાર્ડ મોરમ ખનીજનું ખોદકામ ગામના ઉપસરપંચ રમેશભાઈ આતરેસા હોદાનો દુરુપયોગ કરી તેમજ ગ્રામજનોએ ધમકાવીને કરતો હોય અને ગામમાંથી ખેતર જવાનો રસ્તો તોડી નાખી નુકશાન કર્યાનું ગ્રામજનોએ તપાસ ટીમને જણાવ્યું હતું

૩.૧૬ લાખ મેં.ટન ખનીજની ચોરી, કરોડોની રોયલ્ટીનો ધુંબો

        રોયલ્ટી ઈન્સ્પેકટરે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે સ્થળ પર સર્વેયર દ્વારા માપણી મુજબ કુલ ૩,૧૬,૦૮૬ મેં ટન ખનીજ ચોરી થયું છે જેના પ્રતિ મેં.ટનના રૂ ૨૨૫ લેખે રૂ ૭,૧૧,૧૯,૩૫૦ વસુલવાપાત્ર થાય છે અને ખનીજ માટે ખનીજ કીમત રૂ ૨૨૫ પ્રતિ મેં ટનના ૪૧ % લેખે બિનઅધિકૃત ખનનના રૂ ૨,૯૧,૫૮,૯૩૩ પર્યાવરણીય નુકશાની વળતર રકમ ડી.એમ.એફ ટ્રસ્ટ હેઠળ વસુલવાની થાય છે આમ કુલ રૂ ૧૦,૦૨,૭૮,૨૮૩ વસુલવાપાત્ર રકમ થતી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે

તંત્ર ફરી ઊંધતું ઝડપાયું, હવે રોયલ્ટી વસુલાત માટે દોડધામ

        મોરબી જીલ્લો ખનીજ સંપદાથી સંપન્ન હોય મોરબી પંથક ઉપરાંત વાંકાનેર અને હળવદમાં પણ ખનીજ ચોરીની વ્યાપક ફરિયાદો ઉઠતી રહે છે જોકે એકલ દોકલ કાર્યવાહી કરીને તંત્ર સંતોષ માની લેતું હોય છે પરંતુ ખનીજચોરી કરનાર મોટા માથા સુધી તેના હાથ પહોંચતા નથી પાનેલીના કિસ્સામાં પણ એવું જ બનવા પામ્યું છે જોકે અકસ્માત બાદ ગ્રામજનોએ મૃતદેહ સ્વીકારવા જ ઇનકાર કરી દીધા બાદ છેક તંત્ર તપાસ માટે માન્યું હતું અને કરોડોની ખનીજ ચોરીનો પર્દાફાશ થયો છે જોકે હવે તંત્ર કરોડોની રોયલ્ટી વસુલી સકે છે કે નહિ તે જોવું રહ્યું 

રવિ એ મોટવાણી

મોરબી

૯૬૮૭૬ ૨૨૦૩૩ 

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.