મોરબી: સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ભારત પણ તેમાંથી બાકાત રહ્યો નથી. કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જેના કારણે દેવ સ્થાનો પણ બંધ હતા, જોકે હવે આગામી 8 જૂનથી દેશમાં મંદિરો ખોલવાની છૂટ આપવામા આવી છે, જે અંતર્ગત મોરબીનું પ્રસિદ્ધ યાત્રાધામ માટેલ મંદિર 8 જૂનથી શ્રદ્ધાળુઓ માટે ખુલશે.
જોકે સરકારના નિયમો અનુસાર સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે. મંદિરે દર્શને આવતા ભક્તોને મોઢે માસ્ક અથવા રૂમાલ ફરજીયાત બાંધવાનો રહેશે. ઉપરાંત રાઉન્ડ સર્કલમાં દર્શન કરી બહાર નીકળી જવાનું રહેશે.