ETV Bharat / state

મોરબી-ટંકારા પોલીસે જુગાર અને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો - morbi-tankara police arrested 9 gamblers

મોરબી: મોરબી પોલીસે જુગાર અને દારૂના બે બનાવોમાં કાર્યવાહી કરતા પંચાસર ગામથી જુગાર રમતા નવ પત્તાપ્રેમી મોરબીથી ઝડપી પાડ્યા હતા. જ્યારે બીજા બનાવમાં ટંકારાના વીરવાવ ગામેથી વિદેશી દારૂનો 2,54,400 રૂપિયોનો જથ્થો ઝડપી લીધો હતો.

મોરબી, ટંકારા
મોરબી-ટંકારા પોલીસે જુગાર અને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
author img

By

Published : Jan 8, 2020, 2:32 PM IST

મોરબી તાલુકા પીએસઆઈ આર.એ. જાડેજાની ટીમને પેટ્રોલિંગ દરમિયાન મોરબીના પંચાસર ગામની સીમમાં વોકળાવાળી મેલડી માતાજી મંદિર પાસે જાહેરમાં જુગાર રમાઇ રહ્યો હોવાની બાતમી મળતા ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં જુગાર રમતા કુલ નવ શખ્સોને ઝડપી લઈને રોકડ રકમ રૂ 35,500 જપ્ત કર્યા હતા. આ સાથે જ ટંકારા પીએસઆઈ એલ. બી. બગડાની ટીમે પેટ્રોલિંગમાં વીરવાવ ગામે ખુલ્લા વાડામાં રહેલી ઇકો કારમાં તપાસ કરતા કારમાંથી ઈંગ્લીશ દારૂની 136 બોટલો મળી આવી હતી. આથી પોલીસે 54,400નો ઈંગ્લીશ દારૂ અને કાર સહિત રૂ. 2,54,400નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

Intro:gj_mrb_01_police_daru_jugaar_daroda_photo_av_gj10004
gj_mrb_01_police_daru_jugaar_daroda_script_av_gj10004

gj_mrb_01_police_daru_jugaar_daroda_av_gj10004
Body:મોરબી-ટંકારા પોલીસે જુગાર અને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો
મોરબીના પંચાસર ગામે જુગાર રમતા નવ પત્તાપ્રેમીઓને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યા હતા જ્યારે બીજા બનાવામાં ટંકારાના વીરવાવ ગામેથી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
         પ્રથમ બનાવમાં મોરબી તાલુકા પીએસઆઈ આર એ જાડેજાની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબીના પંચાસર ગામની સીમમાં વોકળાવાળી મેલડી માતાજી મંદિર પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા મુન્નાભાઈ દેવાભાઈ લામકા, યાકુબખાન અબ્દુલખાલીદખાન પઠાણ, જગદીશભાઈ પ્રહલાદભાઈ વ્યાસ, હિતેશભાઈ જગદીશભાઈ ગોસાઈ, રાજેશભાઈ લવજીભાઈ નકુમ, તુષારભાઈ ઘનશ્યામભાઈ ગોહેલ, લક્ષ્મણભાઈ ગોકળભાઈ ટોટા, રાજુભાઈ મોતીભાઈ રાઠોડ અને પરેશભાઈ મનુભાઈ પાટડીયા એમ કુલ નવ શખ્શોને ઝડપી લઈને રોકડ રકમ રૂ ૩૫,૫૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે ટંકારા પીએસઆઈ એલ બી બગડાની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે વીરવાવ ગામે ખુલ્લા વાડામાં રહેલી ઇકો કારમાં તલાશી લેતા કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૩૬ મળી આવતા પોલીસે ઈંગ્લીશ દારૂ કીમત રૂ ૫૪,૪૦૦ અને કાર સહીત કુલ રૂ ૨,૫૪,૪૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે
Conclusion:રવિ એ મોટવાણી
મોરબી
૯૬૮૭૬૨૨૦૩૩
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.