ETV Bharat / state

રાજકોટ હાઈવે પર એક બાદ એક વાહનો અથડાતા ટ્રાફિક જામ

author img

By

Published : Dec 2, 2022, 1:11 PM IST

મોરબી રાજકોટ હાઇવે પર ટ્રક અને આઇસરનો અકસ્માત સર્જાતા (Truck eicher accident at Virpar village) અફરાતફરી મચી ગઈ હતી. આ અકસ્માત સર્જાતા એક બાદ એક વાહનો અકસ્માતો થયા હતાં. તો બીજી તરફ મોરબી રાજકોટ હાઇવે પર કતારબંધ વાહનોની લાઈન લાગી હતી. (Morbi Rajkot Highway Accident)

રાજકોટ હાઈવે પર એક બાદ એક વાહનો અથડાતા ટ્રાફિક જામ
રાજકોટ હાઈવે પર એક બાદ એક વાહનો અથડાતા ટ્રાફિક જામ

મોરબી : રાજકોટ હાઇવે પર વિરપર નજીક ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાતા અફરાતફરી મચી ગઈ હતી. માર્ગના મધ્યભાગમાં આ અકસ્માત સર્જાતાં રોડ પર આવનાર અન્ય ટ્રક અને એક કાર તેમજ ચાર વાહનોના પણ અકસ્માત થયા હતા. જો કે સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ અકસ્માતને પગલે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. (Morbi Rajkot Highway Accident)

શું હતો સમગ્ર મામલો મળતી માહિતી મુજબ મોરબી રાજકોટ હાઇવે પર વિરપર નજીક ટ્રક ચાલકે અચાનક વળાંક લેવા જતાં તેની પાછળ આવતા આઇસર સાથે ટ્રકનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે આઇસરની સંપૂર્ણ કેબિનનો બુકડો બોલી ગયો હતો. અકસ્માતને પગલે રસ્તા પર આવતા અન્ય વાહન ચાલકોને પણ અકસ્માત નડ્યો હતો. (Accident at Virpar village)

ભારે ટ્રાફિક સર્જાયો જ્યાં રસ્તા વચ્ચે અકસ્માતને પગલે અન્ય એક ટ્રક, કાર અને ચાર વાહનોના અકસ્માત થયા હતાં. જેને પગલે મોરબી રાજકોટ હાઇવે પર કતારબંધ વાહનોની લાઈન લાગી હતી. જેને લઈને ભારે ટ્રાફિક સર્જાયો હતો. જોકે, આ અકસ્માતમાં હજુ સુધી કોઈ જાનહાનિ સમાચાર સામે આવ્યા નથી. અકસ્માત થયા બાદ લાંબા સમય સુધી પોલીસ ધટના સ્થળે પહોંચી ન હતી જેને પગલે વાહનચાલકોને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો હતો. (Truck eicher accident at Virpar village)

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.