મોરબીઃ કોરોના વાયરસના લક્ષણો વિષે જાણકારી આપી હતી, તેમજ કોરોના અંગે સાવચેતીના પગલાં લેવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું, જે બેઠક અંગે મોરબી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.જે.એમ કતીરાએ જણાવ્યું હતું કે કોરોનાનો હાહાકાર જોવા મળી રહ્યો છે અને મોરબી સિરામિક ઉદ્યોગને પગલે ચીન સાથે સંપર્ક રહેતો હોય છે.
ચીનની મશીનરી માટે ઉદ્યોગપતિઓ મુલાકાતે જતા હોય છે, તેમજ ટેક્નીશીયન પણ ચીનથી મોરબી આવતા હોય છે, ત્યારે કોરોના વાયરસથી સાવચેતી રાખવા અને જરૂરી માર્ગદર્શન આપવા માટે સ્ટેટ નોડલ ઓફિસર પધાર્યા હતા અને જરૂરી માહિતી પૂરી પાડી છે, તેમજ કોરોના વાયરસથી સાવચેતીના પગલાઓ વિષે વિસ્તૃત સમજ આપી હતી.