અમદાવાદ મોરબી ઝૂલતા પૂલ દુર્ઘટનામાં (Morbi Bridge Collapse) 130થી વધુ લોકોના મોત થયા હતા. ત્યારે આ દુર્ઘટનાએ રાજ્ય સહિત સમગ્ર દેશને હચમચાવી નાખ્યું હતું. પોલીસ પણ આ દિશામાં તપાસ કરી રહી છે. તેવામાં હવે રાજ્યના શહેરી વિકાસ વિભાગે (department of urban development gujarat) મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ (Morbi nagarpalika Chief Officer Suspend) કર્યા છે.
પોલીસે શરૂ કરી તપાસ બીજી તરફ આ કેસમાં પોલીસે ઓરેવા કંપનીના મેનેજર દિપક પારેખને (Oreva Company Manager) સાથે રાખીને તપાસ કરી હતી. સાથે જ પોલીસે કંપનીમાંથી પૂલના કરાર સહિતના મહત્વના દસ્તાવેજો પણ કબજે કર્યા હતા.
કંપનીના માલિક સામે ફરિયાદ કરવા માગ મોરબીની પૂલ દુર્ઘટનામાં (Morbi Bridge Collapse) મુખ્ય જવાબદાર કંપની ઓરવા ગૃપના માલિક જયસુખ પટેલ (Ajanta Oreva Chairman Jaysukh Patel) સામે પોલીસ ફરિયાદ ન થવાથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સાથે જ આ મામલે સરકાર અને પોલીસ સામે ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે.
અતિજર્જરિત હાલતમાં હતો પૂલ મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાએ મીડિયા (Morbi nagarpalika Chief Officer Suspend) સાથેની વાતચીતમાં સંચાલક કંપની ઓરેવા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, ઓરેવા કંપનીએ ઓફિશિયલી જાણ કર્યા વગર જ લોકોને બ્રિજ પર જવા દીધા હતા. સંદીપસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, નગરપાલિકાનો (Morbi nagarpalika) ઝૂલતો પુલ જે અતિજર્જરિત હાલતમાં હતો. એ સમયે ત્યારે લોકો માટે વપરાશ બંધ કરવામાં આવ્યો હતો. ઓરેવા ગ્રુપ છે એ અજંતા ઓરેવા ગૃપ એના દ્વારા આ ઝૂલતા પુલને ફરીથી સ્થાપિત કરવા માટે મેઇન્ટેનન્સ અને સમારકામ તૈયારી દર્શાવી હતી.
કલેક્ટર સાથે કરી હતી મીટિંગ તેમણે ઉમેર્યું હતું કે, એ અનુસંધાને કલેક્ટરની પણ મીટિંગ થઈ હતી. એમાં એના દર નક્કી કરીને આ એગ્રીમેન્ટ કરીને એને સુપરત કરવાની કાર્યવાહીનો અનુરોધ થયો હતો. જેથી ચીફ ઓફિસરની સંદિપસિંહ ઝાલા બેદરકારી સાબિત થતી હોવાથી તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.