મચ્છુ 4 ચેકડેમ યોજનાની મંજુરી માટે ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ રજૂઆત કરી છે. જેમાં જણાવ્યું છે કે, મચ્છુ 3 સિંચાઈ યોજનાની ભૂમીગત પાઈપ કેનાલ દ્વારા સિંચાઈનો લાભ આપવા સિંચાઈ વિભાગે સંમતિ આપી છે. આ અંગેની મોટી બરાર, નવાગામ, રાસંગપર ગામના આગેવાનોની રજૂઆત મંજુર રાખવામાં આવી છે.
ઉપરાંત મોરબી તાલુકાના વાઘપર અને ગાળા ગામ વચ્ચે આવેલ વોકળા પર નવો ચેકડેમ બનાવવાની માંગ કરવામાં આવી છે. જેની ડીઝાઇન પૂર્ણ કરી વહીવટી મંજુરીનું કામ હાલ ચાલતું હોવાનું જણાવ્યું છે. આ કાર્યો પૂર્ણ થતા સ્થાનિક ખેડૂતોની પાણીની સમસ્યાનો મહદઅંશે ઉકેલ આવશે તેમ ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાની યાદીમાં જણાવ્યું છે.