મોરબી : અનલોક વચ્ચે મોરબી જીલ્લામાં જુગારની મોસમ ખીલી છે. LCBની ટીમે બાતમીને મળી હતી કે, છાત્રાલય રોડ પરના એપાર્ટમેન્ટમાં જુગાર રમાડવામાં આવી રહ્યો છે. LCBની ટીમે મોરબીના કન્યા છાત્રાલય રોડ પરના કર્મસેતુ એપાર્ટમેન્ટના ફ્લેટ નં 101માં રહેતા વિપુલભાઈ ચંદુભાઈના ફ્લેટમાં દરોડા પાડ્યા હતા.
LCB ટીમે દરોડો કરીને જુગાર રમતા વિપુલ ચંદુભાઈ પટેલ, હીરલ ઉર્ફે લાલભાઈ અમરશી પટેલ, કેયુર ઉર્ફે કાનો નાગજી પટેલ, હરેશ કરમશી પટેલ, હરેશ વલ્લભ પટેલ, ભાવેશ ઉર્ફે કાનો ભૂદર પટેલ અને સુરેશ ઉર્ફે સુરો કાંતિ પટેલને ઝડપી પાડ્યા છે. પોલીસે તમામ પત્તાપ્રેમીને ઝડપીને રોકડ રકમ રૂ ૬,૪૬,૫૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.