મોરબી: મોરબીના કારખાનેદારને મુંબઈના દંપતીએ વિશ્વાસમાં લઈ છેતરયાની ઘટના સામે આવી (Morbi Industriaelist Duped By Mumbai Couple) છે. મળેલી માહિતી અનુસાર મોરબીના રવાપર રોડ પર વિજયનગરમાં રહેતા નીલેશભાઇ બચુભાઇ ગડારાએ માળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ ભીમસર ચોકડી નજીક ભાગીદારી પેઢીમા એરકોન માઇક્રોન્સ પ્રાઈવેટ લિમિટેડ (AIRCON MICRONS PRIVATE LIMITED) નામનુ કારખાનુ ચલાવે છે. જેમા તેઓ જીપ્સમ બોર્ડની શીટુ બનાવવાનુ કામ (Gypsum board sheet making work) કરે છે અને ગુજરાત તથા આંતરરાજય વ્યાપાર કરે છે. માલ ખરીદ કર્યા પછી 30 દિવસમા પેમેન્ટ કરી દેવાનુ નિર્ધારિત થયું હતું. જે બાદ આ ક્રમ બની ગયો હતો.
શું હતી ઘટના?: ગત તારીખ 17/06/2021ના રોજ આરોપી ગુસમહમદ ખાન ઉર્ફે સજ્જન ખાન તેમના કારખાને આવ્યા હતા અને પોતે તથા તેમની પત્ની તાહીરા ગુસમહમદ ખાન મુંબઈની યુનીક ઇન્ડીયા કંપનીના (Unique India Company of Mumbai) માલીક હોવાની ઓળખ આપી હતી. અને જણાવ્યુ હતું કે, તે પી.ઓ.પી.ની શીટોનુ ટ્રેડીંગ કરે છે તથા તેમને વલસાડ અને મુંબઇ ખાતે ઓફીસ આવેલ છે. જે બાદ નીલેશભાઇ પાસેથી માલ લેવાનુ નકકી કરેલ અને માલ ખરીદ કર્યા પછી 30 દિવસમા પેમેન્ટ કરી દેવાનુ નિર્ધારિત થયું હતું. જે બાદ આ ક્રમ બની ગયો હતો. જ્યાં આરોપી ગુસમહમદ ખાન માલ લઇ જતા અને સમયાંતરે માલની અવેજીમા ઉચ્ચક રૂપીયા કારખાનાના બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા હતા અને બાકીના આગળના બાકીના પેમેન્ટ બાબતે જ્યારે ઉઘરાણી કરતા ત્યારે કહેતા કે,'આગળ વિહવટ પુરો કરીશુ આપણે વ્યવહાર લાંબો ચલાવવાનો છે'
છેતરપીંડી થયાની ફરિયાદ નોંધાઈ: જ્યારે જ્યારે આરોપી માલની ખરીદી કરતાં ત્યારે ઓર્ડરમા તેની પત્ની તાહિરાના નામે જ બીલ બનાવડાવતા હતા. જેમા કુલ રૂપિયા 1,84,54,111નો માલ મંગાવેલ હતો. જેમાથી આરોપીએ રૂપિયા 1,60,70,920 ચુકવ્યા હતા અને રૂપિયા 23,83,191 લેવાના બાકી રહતા હતા. આ ઉપરાંત આની ઓર્ડર પર રૂપિયા 10,18,558 માલ માંગાવ્યો હતો. તેનુ પેમેન્ટ ચૂકવ્યું ન હતું. તથા આરોપીએ ભોપાલ ખાતેની અંસારી ટ્રેડર્સ વાળાને તેઓના મારફત રૂપીયા 5,11,380નો માલ અપાવેલ જેના પૈસાની જવાબદારી આરોપીએ લિધેલ હતી. આમ આરોપી ગુસમહમદ ખાને તારીખ 01/10/2021 સુધીમા કુલ રૂપિયા 1,99,84,049નો માલ ખરીદ્યો હતો.
આ પણ વાંચો લગ્નની ના પાડતાં તણાવમાં યુવતીએ મોતને વ્હાલું કર્યું
માલના રકમની તથા હાથ ઉછીના રોકડ રૂપીયાની તમામ જવાબદારી આરોપી ગુસમહમદએ લીધેલ હતી. જેથી માલ આપ્યા બાદ બાકીની લેણી નીકળતી રકમ કુલ રૂપિયા 46,25,551 થતું હતું. જે બાબતે નીલેશભાઈએ અવાર નવાર તેનો ફોનથી સંપર્ક કરતાં આરોપીઑ ખોટા વાયદા આપતા હતા. થોડા સમી બાદ તેણે ફોન ઉપાડવાનું જ બંધ કરી દીધું હતું. જે બાદ નીલેશભાઈ તેના પાર્ટનર સાથે મુંબઈના સરનામે આરોપીઑ પાસે ગયા હતા. તો ત્યાં પણ ઓફિસ બંધ હતી. જેથી સમગ્ર મામલે તેમણે માળીયા પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.જે મામલે માળિયા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.