ગ્રામ્ય પંથકમાં તલાટીઓની અનિયમિતા અને ગેરહાજરીના કારણે વિકાસકાર્યો અટકી પડ્યાં છે. તેમજ અરજદારોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જેથી મોરબી જિલ્લા વિકાસ અધિકારી એસ.એમ ખટાણા દ્વારા તાજેતરમાં ગામડાઓની ઓચિંતી મુલાકાત લઈ સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
ભડિયાદ, જોધપર ગામના જે. એમ રવેશિયા, લખધીરનગર, લીલાપરગામના એસ.પી. દેત્રોજા, જેપુર, વનાળીયા ગામના એ.કે ચાવડા, લુંટાવદર, પીપળીયા ગામના એમ.એમ. ઝાલા, ખારચિયા, ઓમનગરના એમ. એન કહાગરા, વીરપર ગામના એ.એમ દેત્રોજા, લજાઈ ગામના પી. જી ભેંસદડિયા, હડમતીયા ગામના એમ. એલ ગજેરા અને રાજાવડ ગામના એન.એન ભેંસદડિયાને DDOએ ચેકિંગમાં આડે લીધા હતા.
આ તમામ તલાટીઓ પોતાની ફરજના સમયે હાજર રહેતાં નહોતા. તેમજ ગ્રામજનોની સમસ્યાઓ સામે યોગ્ય કાર્યવાહી કરતાં ન હતા. જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. આથી DDO તલાટીઓની અચાનક મુલાકાત લઇને તેમને કડક સજા ફટકારી છે. તેમનો એક દિવસનો પગાર કાપી લેવા આદેશ કર્યો છે. તેમજ ગેરહાજર રહેવા અંગે કારણદર્શક નોટીસ ફટકારી ખુલાસો માગ્યો આવ્યો છે.