ETV Bharat / state

વાંકાનેર નકલી ટોલનાકા પ્રકરણમાં મામલતદાર અને પોલીસની ટીમો દ્વારા તપાસ, મીટિંગ અને પંચ રોજકામ કરાયું - સિરામિક ફેક્ટરી

મોરબીના વાંકાનેર નકલી ટોલનાકાને લઇને આજે પોલીસ અને પ્રશાસનિક અધિકારીઓની ગતિવિધિ જોવા મળી હતી. મામલતદાર અને પોલીસની ટીમો દ્વારા તપાસ, મીટિંગ અને પંચ રોજકામ કરાયું છે. તેમ જ સિરામિક ફેક્ટરીમાં બનાવેલ વૈકલ્પિક રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.

વાંકાનેર નકલી ટોલનાકા પ્રકરણમાં મામલતદાર અને પોલીસની ટીમો દ્વારા તપાસ, મીટિંગ અને પંચ રોજકામ કરાયું

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 6, 2023, 7:17 PM IST

તપાસ, મીટિંગ અને પંચ રોજકામ કરાયું

મોરબી : વાંકાનેર નકલી ટોલનાકા પ્રકરણમાં જિલ્લા કલેકટર અને એસપીની સુચનાથી ટીમની રચના કરવામાં આવી હોય જે એસડીએમના માર્ગદર્શન હેઠળની સંયુક્ત ટીમે આજે સ્થળ પર તપાસ કરવા ઉપરાંત મીટિંગ યોજી હતી અને હાઈવે ઓથોરિટી તેમજ ટોલનાકા એજન્સી સ્ટાફના નિવેદનો લીધા હતાં અને પંચ રોજકામ કરવામાં આવ્યું હતું. તો સિરામિકમાંથી પસાર થતો ગેરકાયદે ટોલવાળો રસ્તો હાલ બંધ કરી દેવાયો છે અને સિરામિક ફેક્ટરી અંદર પડતા રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે.

ટોલનાકા એજન્સી સ્ટાફના નિવેદનો લેવાયા : વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીક વ્હાઈટ સીટી સિરામિકમાંથી રસ્તો બનાવી ટોલનાકાને બાયપાસ કરી વાહનચાલકો પાસેથી ગેરકાયદે ઉઘરાણાં થતા હોવાનો મીડિયાએ પર્દાફાશ કર્યા બાદ તંત્ર દોડતું થયું હતું. મોરબી જિલ્લા કલેકટરની સૂચનાથી ટીમની રચના કરવામાં આવી છે જે ટીમ દ્વારા આજે સ્થળ પર જઈને તપાસ કરવામાં આવી હતી. તેમજ મીટિંગ યોજી નેશનલ હાઈવે ઓથોરીટી તેમજ ટોલનાકાનું કામ સંભાળતી અને ઓપરેટ કરતી બંને એજન્સી સાથે ચર્ચા કરવામાં આવી હતી. સિરામિક ફેક્ટરીમાં બનાવેલ વૈકલ્પિક રસ્તો બંધ કરી દેવા સાથે અધિકારીઓની ટીમે સ્થળ પર જઈને પંચ રોજકામ પણ કર્યું હતું.

વઘાસીયા ટોલનાકા ખાતે ગેરરીતિ મામલે કલેકટર દ્વારા એસડીએમ વાંકાનેરને તપાસ સોપી હતી. જેથી SDM ની સુચના મુજબ વાંકાનેર મામલતદાર, વાંકાનેર સિટી પીઆઈ, નેશનલ હાઈવે ઓથોરિટી તેમજ ટોલનાકા એજન્સીના પ્રતિનિધિઓએ સંયુક્ત તપાસ હાથ ધરી હતી. જેમાં વઘાસીયા ટોલનાકા ખાતે તપાસ કરી છે. તેમજ હાઈવે ઓથોરિટી અને ટોલનાકા સંભાળતી અને ઓપરેટ કરતી એજન્સીના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી તેમના નિવેદનો નોંધવામાં આવ્યાં હતાં. સાથે જ પંચ રોજકામ કરી તલસ્પર્શી અભ્યાસ કરી રીપોર્ટ વહેલી તકે કલેકટરને સોપવામાં આવશે...યુ વી કાનાણી (મામલતદાર)

નેશનલ હાઈવે ઓથોરિટી સાથે ચર્ચા : જ્યારે આજની મીટિંગ અંગે નેશનલ હાઇવે ઓથોરિટીના ડેપ્યુટી મેનેજર રાહુલ મીણાએ મીડિયાને જણાવ્યું હતું કે મીટીંગમાં વિવિધ મુદે ચર્ચા થઇ હતી. જેમાં ટ્રાફિક લીકેજ ઇસ્યુ કેવી રીતે સોલ્વ થઇ શકે તેની વિગતવાર ચર્ચા કરી હતી. તો ગેરકાયદે પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલતી હતી તેવા સવાલના જવાબમાં ડેપ્યુટી મેનેજરે સમય કહી ન શકાય તેવો જવાબ આપ્યો હતો. ઉપરાંત ગાંધીધામ અગાઉ ઓફીસ ન હતી અને કોર્ટ કેસ ચાલે છે વગેરે સહિતના રાગ આલાપ્યાં હતાં. અને વૈકલ્પિક રસ્તો બંધ કરવામાં આવ્યો છે ત્યારે ગ્રામ્ય રોડ છે જેમાં ગ્રામજનોને તકલીફ ન પડે તે જોવું જોઈએ તેવું જણાવ્યું હતું.

  1. વાંકાનેર ટોલનાકા પ્રકરણમાં ટેક્સી એસોસિએશનની સાંઠગાંઠ ? વાયરલ વીડિયોએ ટોલનાકા પ્રકરણને આપ્યો નવો વળાંક
  2. દીવા તળે અંધારુઃ વાંકાનેરમાં વઘાસિયા ટોલ પ્લાઝા નજીક ધમધમે છે ગેરકાયદેસર ટોલનાકુ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.