ETV Bharat / state

મોરબીમાં એટ્રોસિટી કેસ, રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ સહિતના વધુ ત્રણ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયાં - આરોપી

મોરબીમાં એટ્રોસિટી કેસમાં નોધાયેલી ફરિયાદ મામલે આજે મુખ્ય આરોપી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, ઓમ પટેલ અને રાજ પટેલ સહિતના વધુ ત્રણ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા છે.

મોરબીમાં એટ્રોસિટી કેસ, રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ સહિતના વધુ ત્રણ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયાં

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 27, 2023, 1:48 PM IST

મોરબી : મોરબીની રવાપર ચોકડીએ મારામારી - એટ્રોસિટી કેસમાં પાંચ સહિત કુલ 12 સામે ફરિયાદ નોધાઇ હતી. જેમાં પાંચ આરોપીઓએ આગોતરા જામીન અરજી શુકવારે કરી હતી જેને કોર્ટે શનિવારે રદ કરી હતી. ત્યારે પોલીસે ગઈકાલે એક આરોપીને ઝડપી લીધો હતો. આજે મુખ્ય આરોપી સહિતના વધુ ત્રણ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા છે અને અન્ય આરોપીની શોધખોળ ચાલુ છે.

અન્ય આરોપીની શોધખોળ : બનાવની મળતી વિગત મુજબ મોરબીની રવાપર ચોકડીએ પગારની માંગનાર અનુસૂચિત જાતિના યુવાનને માર મારી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવામાં આવ્યો હતો. જે બનાવ મામલે પોલીસ મથકમાં પાંચ આરોપીના નામ તેમજ અન્ય સાત અજાણ્યા સહિતના 12 શખ્સો વિરુદ્ધ એ ડીવીઝન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.

આગોતરા જમીન અરજી રદ : આ બનાવની ફરિયાદને પગલે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત અને ડી ડી રબારી એમ પાંચ આરોપીએ ગત શુકવારે કોર્ટમાં આગોતરા જમીન અરજી કરી હતી પણ કોર્ટે આગોતરા જામીન અરજી શનિવારે રદ કરી દીધી હતી.

ડી ડી રબારી જેલ હવાલે : આ દરમિયાન મોરબી પોલીસ ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ માટે જુદી જુદી ટીમો બનાવી હતી અને આરોપીઓનું પગેરું દબાવી રહી હતી. ત્યારે આરોપી ડી ડી રબારીને ગઈકાલે ઝડપી લેવાયો હતો અને તે બાદ કોર્ટેમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે તેના રિમાન્ડ નામજૂર કરતા આરોપી ડી ડી રબારી જેલ હવાલે કરવામાં આવ્યો હતો.

રાણીબા સહિત 3 પોલીસ સમક્ષ હાજર થયાં : અન્ય આરોપીને ઝડપી લેવા પોલીસ વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી હતી. જેમાં આજે મુખ્ય આરોપી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, ઓમ પટેલ અને રાજ પટેલ સહિતના વધુ ત્રણ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા છે. તેવું મોરબી એલસીબીના પીઆઈ દીપક ઢોલ પાસેથી જાણવા મળ્યું છે. હાલ આરોપીઓની વિધિવત ધરપકડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો હજુ ફરાર આરોપી પરીક્ષિતને તેમજ અન્ય આરોપીને ઝડપવા પણ પોલીસે જુદી જુદી ટુકડીઓ કામગીરી કરી રહી છે.

શું હતો કેસ : મોરબીમાં રાણીબા ઇન્ડસ્ટ્રીઝ એક્સપોર્ટ વિભાગમાં કામ કરતા યુવકે પગાર માંગતા સંચાલક વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિતના આરોપીઓએ યુવક સાથે અમાનવીય વ્યવહાર કર્યો હતો. આ મામલે યુવકે ફરિયાદ નોંધાવતાં પોલીસ કાર્યવાહી શરુ થઇ છે ત્યારે 12 આરોપીઓએ જામીન અરજી કરી હતી. જેને કોર્ટે રદ કરી છે.

  1. મોરબીમાં દલિત યુવક પર અત્યાચાર કેસમાં રાણીબા સહિતના આરોપીઓની જામીન અરજી રદ કરતી કોર્ટ
  2. મોરબીમાં માલિકની મનમાની વધુ એક કિસ્સો, પગાર માંગતા કર્મચારી સાથે અમાનવીય વ્યવહાર કરી ઢોર માર માર્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.