મોરબી સિરામિક એસોસિએશન અને ઓક્ટાગોન કૉમ્યુનીકૅશન કંપની દ્વારા અગાઉ અમદાવાદ તેમજ ગાંધીનગરમાં યોજાયેલ વાઈબ્રન્ટ સિરામિક એક્ઝીબિશનમાં સાથે જોડાયા હતા. મોરબી સિરામિક એસો.ના બેનર હેઠળ વિવિધ સિરામિક ફેક્ટરીઓ સ્ટોલ રાખીને વિદેશી ગ્રાહકોને આકર્ષતી રહી છે. જો કે, આ વર્ષે સિરામિક્સ 2019 આયોજન કરાયું છે, તેમાં જોડાવવા માટે માંગેલા સપોર્ટ લેટરને પગલે મોરબીમાં વોલ, ફ્લોર, વિટ્રીફાઈડ ટાઈલ્સ એસોસિએશનનાના હોદ્દેદારોની બેઠક મળી હતી. જેમાં મતદાન કરીને સિરામિક્સ એસોસિએશન 2019માં એક્ઝિબિશનમાં નહિ જોડાવવાનો નિર્ણય કર્યો છે.
સાથે જ આ એક્ઝિબિશનમાં મોરબી સિરામિક એસોસિએશનનો લોગોનો પણ ઉપયોગ ન કરે તેવી સુચના આપાઈ છે. અગાઉ બે વખત સફળ આયોજન થકી મોરબીના સિરામિક ઉદ્યોગને વિદેશી એક્સપોર્ટના એર્ડર મળ્યા છે, ત્યારે ચાલુ વર્ષે સિરામિક એસોસિએશન એક્ઝીબિશનમાં નહિ જોડાય તો છેલ્લે નુકશાન તો સિરામિક ઉદ્યોગોને જ થશે તેવી ચર્ચાઓ થઈ રહી છે.