ETV Bharat / state

મોરબી પુલ હોનારતઃ ધાનાણી લાગ્યા બચાવકાર્યમાં, સૈન્યનું સર્ચ ઑપરેશન

દિવાળીની રજાનો અંતિમ દિવસ મોરબી (morbi bridge collapse) માટે માતમનો માહોલ બનાવશે એવી ક્યાં કોઈને ખબર હતી. રવિવારની સાંજ મોરબીમાં ક્યારેય ભરી ન શકાય એવી ખોટ લઈને શરૂ થઈ હતી. જ્યાં 140 વર્ષ જૂનો ઐતિહાસિક ઝુલતો (bridge collapse Accident Morbi) પુલ તૂટી જતા અનેક માનવજીંદગી તણાઈ ગઈ અને સ્વજનોની સંવેદાના ફરી મચ્છુમાં ડૂબી. કેબલબ્રીજ તૂટવાની ઘટનામાં 100થી વધારે લોકોના મૃત્યુ થયા છે. જ્યારે આ ઘટનાને લઈને એક હેલ્પલાઈન નંબપ જાહેર કરાયો છે. 02822-243300

મોરબી: હર્ષ સંઘવીએ કહ્યું, જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થશે

author img

By

Published : Oct 31, 2022, 7:28 AM IST

Updated : Oct 31, 2022, 11:34 AM IST

અપડેટઃ

  • 100 લોકોની ક્ષમતા ધરાતવાત પૂલ પર 500 લોકોને ટિકિટ આપી દેવમાં આવી હતી
  • 12 વર્ષથી ઉપરના 20 બાળકોનો ભોગ લેવાયો
  • લીલ અને ગાંડી વેલને કારણે રેસ્ક્યુ ઑપરેશનમાં મોટો વિલંબ
  • હેલ્પ લાઈન નંબર-02822-243300
    મોરબી: સૈન્યની ટુકડીનું સર્ચ ઑપરેશન, ડ્રોન કેમેરાની મદદ લેવાઈ

મોરબીઃ મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડવાની ઘટનામાં મોટી અપડેટ સામે આવી રહી છે. મોરબીમાં જામનગરથી ખાસ સૈન્ય ટુકડીને બોલાવવામાં આવી છે. આર્મીના જવાનો મોરબી પહોચ્યા છે. બોટને નદીમાં ઊતારીને સર્ચ ઑપરેશન શરૂ કરાયું છે. આ સાથે ડ્રોન કેમેરાની મદદથી પણ સર્ચ શરૂ કરવામાં આવ્યું છે.

મોરબી પહોંચ્યા ધાનાણીંઃ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીને ઘટનાની જાણ થતા જ મોરબી પહોંચી ગયા હતા. મોરબીમાં જ્યાં પુલ તૂટવાની ઘટના બની છે એ સ્થળ પર જઈને સમીક્ષા કરી હતી. એટલું જ નહીં સ્વજનોને પણ સાંત્વના આપી હતી. સ્થાનિકો અને ટીમ સાથે રહીને તેમણે પણ બચાવ કામગીરી કરી હતી.

  • IAF plane with NDRF team has taken off for relief ops. Another aircraft to be sent in an hour’s time. Helicopters put on stand-by for rescue ops in Jamnagar & other nearby locations. Garud commandos sent from Bhuj&other locations for Morbi: Defence officials#MorbiBridgeCollapse

    — ANI (@ANI) October 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડવાની (morbi bridge collapse) દુર્ઘટનામાં 132 લોકોનાં મોત થયા છે. મોરબીમાં કેબલ બ્રિજ તૂટી પડ્યો હોવાથી મોરબીમાં માતમનો માહોલ છે. વહેલી સવાર સુધીમાં 100થી વધુ લોકોના મોત નીપજ્યા છે. જ્દાયારે જે 177 લોકોને (bridge collapse Accident Morbi) બચાવી લેવાયા છે. 19 લોકો સારવાર હેઠળ છે. આર્મી, નેવી, એરફોર્સ, એનડીઆરએફ, ફાયરબ્રિગેડનું સર્ચ ઓપરેશન આખી રાત સુધી ચાલું રહ્યું છે. સત્તાવાર 47 મૃતકોની અગાઉ યાદી બહાર પાડવામાં આવી હતી.

132નાં મોતઃ જો કે વહેલી સવાર સુધીમાં મળેલી અપડેટ પ્રમાણે 132 લોકોનાં મોત થયા છે. અંદાજે 177 લોકોને બચાવી લેવાયા છે. 19 લોકો સારવાર હેઠળ છે. આ ઘટના બની તે રાત્રે જ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી મોરબી દોડી આવ્યા હતા. તેમણે ઘટના સ્થળે જઈને જાત તપાસ કરી હતી. ઈજાગ્રસ્ત થયેલા લોકોના ખબર અંતર હોસ્પિટલમાં જઈને પુછ્યા હતા.

  • મોરબીની ઝૂલતા બ્રિજ દુર્ઘટનામાં ગુણેનારો વિરુદ્ધ માં કલમ 304,308,114 મુજબ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

    — Harsh Sanghavi (@sanghaviharsh) October 30, 2022 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

કાયદેસરની કાર્યવાહી કરાશેઃ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દુર્ઘટના માટે જવાબદાર તમામ વિરુદ્ધ કાર્યવાહી કરશે જેમાં એજન્સી સહિતના વિરુદ્ધ કલમ 304, 308 અને 114 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. 47 મૃતકોની સત્તાવાર યાદી આપવામાં આવી હતી. જે મૃત્યુ આંક વધી જવા પામ્યો છે. હર્ષ સંઘવીના જણાવ્યા અનુસાર 68 લોકોના મૃત્યુ થયા છે. હજુ પણ મૃત્યુ આંક વધી શકે છે.

ગાંડીવેલે મુશ્કેલી સર્જીઃ મચ્છુ નદીમાં મોટા પ્રમાણમાં લીલી અને ગાંડી વેલના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી ઊભી કરી છે. જ્યારે આ હોનારત થઈ ત્યારે પુલ પર મોટી સંખ્યમાં લોકો જોવા માટે એકઠા થયા હતા. સમગ્ર સૌરાષ્ટ્રમાં બચાવ કાર્ય માટે ટીમને મોરબી બોલાવવામાં આવી છે. જ્યારે જામગનરથી ખાસ ગરુડ કમાન્ડોને દોડાવવામાં આવ્યા હતા. આખી રાત મોરબીમાં સ્માશાન જેવી શાંતિ હતી જ્યારે ખાનગી અને સિવિલ હોસ્પિટલમાં હૈયાફાટ રૂદનના અવાજ પડઘાતા હતા. પોતાના સ્વજનોના ખબર અંતર માટે લોકોએ ઘટના સ્થળ અને સિવિલ હોસ્પિટલમાં દોટ મૂકી હતી.

હેલ્પલાઈન નંબરઃ ઘટનાની ગંભીરતાની નોંધ લઈને ખાસ એક હેલ્પલાઈન નંબર જાહેર કરી દેવામાં આવ્યો છે. આ માટે યુદ્ધના ધોરણે એક કંટ્રોલરૂ ઊભો કરી દેવામાં આવ્યો છે. મોરબી સિવાય પણ અન્ય સેન્ટર જેવા કે, રાજકોટ, જામનગર, ધ્રોલ, જોડિયા સહિતની એમ્બ્યુલન્સને બચાવકાર્યમાં જોડી દેવામાં આવી છે.

6 લાખની સહાયઃ વડાપ્રધાન કાર્યાલય તરફથી એવી ટ્વિટ કરવામાં આવ્યું છે કે, નેશનલ રીલિફ ફંડમાંથી એક્સ ગ્રેશિયા રૂપિયા 2 લાખની આર્થિક સહાયની ચૂકવણી થશે. જ્યારે ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજારની આર્થિક સહાય આપવામાં આવશે.

Last Updated : Oct 31, 2022, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.