- હવે પરપ્રાંતીય શ્રમિકો કોઈ ગુનાને અંજામ આપી શકશે નહી
- ગુનો કરીને શ્રમિકો આસાનીથી નાસી શકશે નહી
- પોલીસને પણ તપાસમાં મળશે જરૂરી મદદ
મોરબી: રાજકોટ રેન્જ IG સંદીપસિંહની ખાસ ઉપસ્થિતિમાં “મોરબી એસ્યોર્ડ” એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી હતી. જે અંગે માહિતી આપતા રેન્જ IGએ જણાવ્યું હતું કે, મોરબીના ઉદ્યોગોમાં કામ કરતા 2.50 લાખથી વધુ શ્રમિકો આવીને મોરબી વસ્યા હોય અને કેટલાક ગુનાને અંજામ આપી આવા શ્રમિકો નાસી જતા હોય છે, ત્યારે યુનિફાઈડ મેનરમાં શ્રમિકોનો ડેટા પ્રાપ્ત થાય તે માટે જિલ્લા SP એસ. આર. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ ટીમ કાર્યરત હતી અને મોરબી સિરામિક એસોસિએશન તેમજ પોલીસની ટીમે સંયુક્ત રીતે મોરબી એસ્યોર્ડ એપ્લીકેશન બનાવી છે.
આ પણ વાંચો: બનાસકાંઠા જિલ્લા LCB ટીમને બાઈક ચોરીના ગુનાઓ ઉકેલવામાં મોટી સફળતા મળી
આ પણ વાંચો: : બનાસકાંઠા LCBએ બાઈક ચોરી કરતા બે શખ્સોને ઝડપ્યા
મોરબીને ક્રાઈમ ફ્રી રાખવામાં એપ્લીકેશન મદદરૂપ બનશે
એપ્લીકેશનમાં પરપ્રાંતીય શ્રમિકોનો ડેટા ઉપલબ્ધ હશે. જેથી કોઈ ગુનાહિત બનાવમાં એવા શ્રમિકોની સંડોવણી હશે તો તુરંત પોલીસ એક્શન લઇ શકશે. વિવિધ બનાવોની તપાસમાં પોલીસને એપ્લીકેશન મદદરૂપ બનશે અને મોરબીને ક્રાઈમ ફ્રી રાખવામાં એપ્લીકેશન મદદરૂપ બનશે તેમ જણાવ્યું હતું.