મોરબીઃ ટંકારા તાલુકાના લખધીરગઢ ગામે નદીમાં ન્હાવા પડ્યો હતો. આ યુવાનને તરતા આવડતું ન હતું. જે કારણે યુવાનનો ઉંડા પાણીમાં ગરકાવ થતા યુવાનનું પાણીમાં ડૂબી જતાથી તેનું મોત થયું હતું. આ બનાવ અંગે જાણ થતા ટંકારા પોલીસ ઘટના સ્થળ પર દોડી જઈને ધોરણસરની કામગીરી હાથ ધરી હતી.
ટંકારાના લખધીરગઢ ગામે આવેલી નદીમાં ગણેશ મધુસુદન બાવરી નામનો 19 વર્ષીય યુવાન ન્હાવા પડ્યો હતો. જે દરમિયાન યુવાનને તરતા ન આવડતા યુવક ડૂબી ગયો હતો. તેને બચાવવા માટે તરવૈયાઓએ શોધખોળ હાથ ધરવામાં આવતા તેનો મૃતદેહ હાથ લાગ્યો હતો.
મૃતક ટંકારાની ફેક્ટરીમાં મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો હતો અને તે મૂળ રાજસ્થાનનો વતની હોવાની જાણવા મળ્યું છે. આ બનાવની જાણ થતા ટંકારા પોલીસના બિટ જમાદાર ફિરોઝભાઈ પઠાણ, કોન્સ્ટેબલ રમેશભાઈ અને મહેશભાઈ દોડી આવ્યા હતા અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબીમાં ડૂબી જવાથી મોતની ઘટનાઓ
2 સપ્ટેમ્બર - વાંકાનેરના તિથવા પાસે ડૂબી ગયેલી બે બાળકીનાં મૃતદેહ મળી આવ્યાં
મોરબીઃ મૂળ રાજસ્થાનનો રહેવાસી શ્રમિક પરિવાર છેલ્લાં કેટલાક સમયથી અમરસર પાસે ઝૂપડાંમાં રહીને આસપાસનાં ગામોમાં ભિક્ષાવૃત્તિ કરી જીવન નિર્વાહ ચલાવતાં હતાં. ગઈ કાલે આ પરિવારની ચાર બાળકીઓ તેની દાદીમાં સાથે ભિક્ષાવૃત્તિ અર્થે તિથવા ગામ ગયેલી હતી. દરમિયાન બપોરના અરસામાં ગામના પાદર પાસેથી પસાર થતી આસોઈ નદીમાં ન્હાવા પડી હતી. એ ચારે બાળકીઓ પાણીમાં ડૂબવા લાગી હતી અને રાજેશ સીતાપરા નામના યુવકે હિંમતભેર 14 વર્ષની બે તરુણીઓને બચાવી લીધી હતી. પરંતુ નાની બે બાળકીઓ પાણીમાં ગરક થઈ જતાં સ્થાનિક લોકોએ શોધખોળ હાથ ધરી હતી.
24 જુલાઈ - હળવદ ધ્રાગ્રાંધા નર્મદા બાન્ચ કેનાલમાં ડૂબી જતા 2 પરપ્રાંતીય યુવાનોના મોત
મોરબીઃ હળવદ GIDC વિસ્તારમાં રહેતા અને કામ કરતા બે યુવાનો કેનાલમાં ન્હાવા માટે પડ્યા હતા અને ડૂબી જતા સ્થાનિકોનો મદદથી શોધખોળ હાથ ધરવામાં આવતા બંનેના મૃતદેહ મળી આવતા પી.એમ માટે ખસેડીને હળવદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
09 જુલાઈ - હળવદના બ્રાહ્મણી ડેમમાં ડૂબી જવાથી યુવકનું મોત
મોરબી: હળવદના બ્રાહ્મણી-2 ડેમની આસપાસ રહેતા રહીશોને ડેમમાં યુવકનો મૃતદેહ દેખાતા તેમણે હળવદ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. આથી પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવતા યુવકનો મૃતદેહ બહાર કાઢી હોસ્પિટલમાં મોકલાયો હતો. ડેમની આજુબાજુ મોટી સંખ્યામાં લોકોની ભીડ એકઠી થઇ ગઇ હતી.
24 જૂન - હળવદના ભલગામડા ગામ નજીક કેનાલમાં ડૂબી જતા યુવાનનું મોત
મોરબી: હળવદ તાલુકાના ભલગામડા નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં ન્હાવા માટે કેટલાક યુવાનો ગયા હતા. ત્યારે થાનથી મામાના ઘરે આવેલા યુવાન તેના મામાના દીકરા સાથે કેનાલમાં ન્હાવા માટે ગયો હતો અને કેનાલના પાણીમાં ડૂબી જતા તેનું મૃત્યુ નીપજ્યું હતું.