વાંકાનેર: મોરબી જીલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને સવારથી સાંજ સુધી વરસાદી માહોલમાં જીલ્લાના ચાર તાલુકામાં અડધાથી લઈને સવા ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.(macchhu dam overflow) જેમાં મોરબી તાલુકામાં 12 મીમી, ટંકારા તાલુકામાં 30 મીમી, વાંકાનેર તાલુકામાં 24 મીમી અને હળવદ તાલુકામાં ૧૨ મીમી વરસાદ નોંધાયો છે.(Machchu 1 dam overflowed due to upriver income)
૨૪ ગામોને એલર્ટ આપવામાં આવ્યું-વાંકાનેર શહેર અને પંથકની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ સતત ઉપરવાસની આવકને પગલે બુધવારે જ મચ્છુ ૧ ડેમ ઓવરફલો થયો હતો. જેથી મોરબી અને વાંકાનેર તાલુકાના ૨૪ ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે વાંકાનેર તાલુકાના હોલમઢ, જાલસીકા, વાંકાનેર, મહિકા, કોઠી, ગારીયા, લુણસરિયા, કેરાળા, હસનપર,જોધપર, પાજ,રસિકગઢ, પંચાસર, વઘાસીયા, રાતીદેવળી, વાકિયા, રાણેકપર, પંચાસીયા, ઢુવા અને ધમલપર, મોરબી તાલુકાના અદેપર, મકનસર, લખધીરનગર અને લીલાપર ગામને એલર્ટ કરવામાં આવ્યા છે.
ડેમ 99.61 ટકા ભરાઈ ગયો છે - ડેમ સપૂર્ણ ભરાઈ જતા નદીના પટમાં ના જવા તંત્ર દ્વારા સુચના આપવામાં આવી છે તો નીચાણવાળા ગામોને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી છે.તેમજ મચ્છુ ૧ સિંચાઈ યોજના ડેમ ૯૯.૬૧ ટકા ભરાઈ ગયો છે, જેમાં લાઈવ સ્ટોરેજ ૨૪૨૫ mcft છે.