મોરબીઃ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળેલી છે. સાથે જ અહીં ક્રાઈમ રેટ પણ (Crime rises in Morbi) વધી રહ્યો છે. તેના કારણે ગયા રવિવારે ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (State Home Minister Harsh Sanghavi visited Morbi ) મોરબી જિલ્લાની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમણે ઉચ્ચ અધિકારીઓને કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા હતા. જોકે, તેમની મુલાકાતના ત્રીજા જ દિવસે અહીં ઊંચી માંડલ ગામ નજીક બંદૂકની અણીએ 25,000 રૂપિયાની લૂંટની ઘટના સામે આવી છે.
આ પણ વાંચો- બિહારમાં ચાલતી ટ્રેનમાં આંખના પલકારે મોબાઈલ લૂંટ્યો, જૂઓ વીડિયો
મોબાઈલ દુકાનમાં લૂંટ ચલાવી ઈસમો ફરાર - આ અંગે મળતી માહિતી અનુસાર, ઊંચી માંડલ ગામ પાસે આવેલી સિટી પ્લસ નામની મોબાઈલ દુકાનમાં (Robbery at a mobile shop in Morbi) આવેલા 2 શખ્સ આવ્યા હતા. તેમણે રિવોલ્વર બતાવી દુકાનમાંથી 25,000 રૂપિયાની લૂંટ (Robbery at a mobile shop in Morbi) કરી હતી. આ બુકાનીધારી બંને લૂંટારું મોબાઈલમાં ગ્લાસ નખાવવાના બહાને આવ્યા હતા.
આ પણ વાંચો- સુરતમાં લૂંટારા બે ફામ: ATMમાં રૂપિયા જમા કરાવવા આવેલા યુવકને ચપ્પુ બતાવી 3 લૂંટારાએ લૂંટ ચલાવી
લૂંટારુંઓએ કર્યું ફાયરિંગ - બંને લૂટારૂઓ નાસવા જતા હતા. ત્યારે દુકાનદારે પડકારતા તેમણે એક રાઉન્ડ ફાયરીંગ પણ કર્યું હતું. તો આ બનાવને પગલે પોલીસ ટીમો દોડી ગઈ છે અને વધુ તપાસ ચલાવી છે. સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, લૂંટમાં વપરાયેલ ગન એર ગન હોવાનું જાણવા મળ્યું છે હાલ પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ ચલાવી છે.