મોરબી: હળવદ તાલુકાના મયુરનગર, ધનાળા, કેદારીયા, રણજીતગઢ, ઈશ્વરનગર, સુસવાવ સહિતના ગામોમાં તીડનું જૂથ ત્રાટક્યું છે. શુક્રવારે મોડી સાંજે તીડ દેખાવાથી ખેડૂતો ચિતામાં મુકાયા છે. આ અગાઉ પણ હળવદ રણકાંઠાના ગામડાઓમાં તીડ દેખાયા હતા, ત્યારે ફરી એક વખત તીડે દેખાદેતાં ખેડૂતોએ તીડને ભગાડવાના પ્રયાસો હાથ ધર્યા છે.
તીડ અંગે ખેતીવાડી વિભાગને માહિતી મળતાં અધિકારીઓ દોડી આવ્યા હતા. અધિકારીઓએ તીડને ભગાડવા માટે દવા છાટવાની કામગીરી હાથ ધરી હતી. આ દવાના સંપર્કમાં આવેલા તીડ 2થી 3 કલાકમાં જ મૃત્યુ પામે છે.
વારંવાર તીડના આક્રમણને પગલે ખેડૂતો સતત ચિંતિત રહે છે અને તીડના આક્રમણથી ખેડૂતોના તૈયાર પાકન નુકસાની આવે છે. જેથી સરકાર દ્વારા તીડ મામલે યોગ્ય કામગીરી કરવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.