મોરબીઃ શહેરમાાં ખાટકીવાસમાં આવેલા ઢોર બાંધવાના વાડાની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમતા 14 પત્તાપ્રેમીઓને મોરબી LCB ટીમે 2.58 લાખના મુદામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
હાલ લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે મોરબી જિલ્લા પોલીસ સતત પેટ્રોલિંગ કરી બિન જરૂરી બહાર નીકળતા લોકો તથા અસામાજિક પ્રવૃતિ કરનારા શખ્સો સામે કાર્યવાહી કરી રહી છે.
મોરબી જિલ્લા પોલીસવડા ડૉ.કરનરાજ વાઘેલા તથા DYSP રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ મોરબી LCB ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન સહદેવસિંહ જાડેજા તથા પૃથ્વીરાજ સિંહ જાડેજાને બાતમી મળેલી કે મોરબીના ખાટકીવાસમાં રહેતા આરોપી હનીફ ઉર્ફે મમુદાઢી ગુલામભાઈ મેમણ પોતાનાં ઢોર બંધાવાના વાડાની ઓરડીમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળી હતી, LCB પોલીસે દરોડો પાડી ત્યાં જુગાર રમી રહેલા હનીફ ઉર્ફે રોકડ રકમ રૂપિયા 2,1,500 તથા મોબાઈલ ફોન નંગ-14 કિંમત રૂપિયા 56,500 મળી કુલ મુદામાલ કિંમત રૂપિયા 2,58,000 સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.