મળતી માહિતી પ્રમાણે, વાકાંનેરની ઢુવા ચોકડી નજીક આવેલું સૂર્યા સિરામિક નામનું કારખાનું કેટલાય સમયથી બંધ હાલતમાં છે. જેની સાફ- સફાઇ M.Pના વતની લક્ષ્મીબેન અને પતિ પીરૂલાલ બાલાભાઇ કરતા હતા. ગઇકાલે સાંજના સમયે 25 વર્ષીય લક્ષ્મીબેનનો મૃતદેહ કારખાનામાંથી મળી આવ્યો હતો. ત્યારે પતિએ માલિકને પત્ની બેભાન હોવાનું જણાવ્યું હતું. પોલીસે હત્યાનો કેસ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મૃતક મહિલાના ગળા પરના નિશાન ઉપજાવેલા લાગતા હોવાથી મૃતદેહને ફોરેન્સિક પોસપાર્ટમ માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેમાં મહિલાનું ગળું દબાવીને હત્યા કરી હોવાનો બહાર આવ્યું છે. આ સમગ્ર ઘટનામાં પતિ શંકાના ઘેરામાં જોવા મળી રહ્યો છે. વાકાંનેર પોલીસની ટીમ આ ઘટના અંગે વધુ તપાસ કરી રહી છે. બનાવ વખતે પતિ-પત્ની બંધ કારખાનામાં હાજર હશે. પતિએ જ ગુસ્સામાં આવીને પત્નીની હત્યા કરી હોવાની શંકા પોલીસને છે. તેથી PSI ગોહિલ શકમંદ પતિની પૂછપરછ કરીને આગળની સઘન તપાસ હાથ ધરી છે.