મોરબી: કોરોના વાઇરસના કારણે પાનમસાલા અને તમાકુ વેચાણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. છતાં પણ જિલ્લાના લૂંટાવદર ગામના પાટિયા પાસે એક વ્યકિત તમાકુનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસે આરોપી મેરૂભાઈ બઘાભાઈ કરોતરાની અટકાયત કરી હતી.
પોલીસે તેની પાસેથી તમાકુ વાળા મસાલાનો મુદ્દામાલ કબ્જે કરી જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.