જૈન સમાજની આસ્થાનું કેન્દ્ર અને પ્રવિત્ર તીર્થધામ પાલીતાણા ખાતે તાજેતરમાં થયેલ તોડફોડને લઈને સમગ્ર વિશ્વમાં વસતા જૈન સમાજના રોષ વ્યાપી ગયો છે જેને પગલે મોરબી સમસ્ત જૈન સમાજ દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યું હતું તેમજ યાત્રા કરવા જાય દરમિયાન કોઈ પણ ત્યાની વસ્તુનો ઉપયોગ જેવી કે વસ્તુની ખરીદી, ડોલી, ખાવાની વસ્તુ, રેસ્ટોરન્ટનો ઉપયોગના કરવા માટે સંકલ્પ કરવામાં આવ્યો હતો.
મોરબી સમસ્ત જૈન સમાજ દ્વારા શહેરના મુખ્યમાર્ગો પર રેલી કાઢી કલેકટરને આવેદન આપી જણાવ્યું છે કે પાલીતાણા તીર્થધામ ખાતે તાજેતરમાં થયેલ તોડફોડ તથા ભગવાન આદિનાથના પગલાને ખંડિત કરવાના કૃત્યનો વિરોધ કરવામાં આવ્યો હતી અને ધટનાને વખોડવામાં આવી હતી તેમજ પાલીતાણાની બાજુમાં આવેલ રોહીશાળા સ્થિત પ્રથમ તીર્થકર યુગાદીદેવ શ્રી આદેસ્વર ભગવાનના પગલાને ખંડિત કરી જૈન સમાજની શ્રદ્ધાને ઠેસ પહોચાડવામાં આવી છે આવું કૃત્ય કરનાર અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામા આવે તો શત્રુંજય પર્વત પર સામાજિક તત્વો દ્વારા કરવામાં આવેલ તોડફોડમાં જવાબદાર શખ્સો અસમે કાર્યવાહી કરવામાં આવી તેવી માંગ કરી છે.
તો મોરબી સમસ્ય જૈન સમાજ દ્વારા સંકલ્પ કરવામાં આવ્યો હતો કે પાલીતાણા તીર્થ સ્થળ પર યાત્રા માટે જાય દરમિયાન ત્યાં કોઈ ડોલી નહિ કરે, છોકરાઓને તેડવા માટે મહિલા નહિ રાખે અને કોઈ પરિવારનું સભ્ય શરીરીક રીતે અસ્વસ્થ હોય તો માત્ર તળેટી એ યાત્રા કરશે તેમજ પાલિકા પહોચ્યા પછી ત્યાંથી કોઈ વસ્તુની ખરીદી નહિ કરે, ખાવાની વસ્તુઓ રેકડી કે રેસ્ટોરન્ટમાં જશે નહિ માત્ર તીર્થની ધર્મશાળાઓમાં જ ભોજન લેશે અને પ્રાઈવેટ હોટલમાં રોકાણ તેમજ સ્થાનિક વાહનનો ઉપયોગ પણ ના કરવાનો સંકલ્પ કર્યો છે .