- મોરબીમાં ભાઈએ જ કરી ભાઈની હત્યા
- પૈસાની લેવડ-દેવડ અંગે હતો વિવાદ
- પોલીસે હાથ ધરી કાર્યવાહી
મોરબી: હળવદના રણમલપુર ગામે કંકાવટી રોડ પર જવાની વાડીએ બે યુવાનો પર હુમલો થયા બાદ એકનું મોત થયું હતું તો બીજા યુવાન સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ સ્થળે પહોંચી હતી. જેમાં પોલીસ તપાસ કરતા ચોક્વાનરો ખુલાસો થયો હતો પિતરાઈ ભાઈએ જ ભાઇની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. મૃતકના ભાઇની ફરિયાદના આધારે આરોપી વિરુદ્ધ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ભાઈએ જ કરી ભાઈની હત્યા
તાલુકાના રણમલપુર ગામે કંકાવટી જવાના રોડ પર આવેલ હસમુખભાઈ રણછોડભાઈ વરમોરાની વાડીએ સોમવારના સાંજના ચાર વાગ્યાની આસપાસ બે થી વધુ બુકાનીધારી શખ્સોએ બે યુવાનો પર હુમલો કર્યા કર્યો હતો અને યુવાનનું મૃત્યું થયું હતું ઘટનાની જાણ થતા હળવદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતા આ હત્યા કોઇ અજાણ્યા શખ્સોએ નહિ પરંતુ મૃતકના કાકાના દીકરા એ જ રૂપિયાની લેતી-દેતી મામલે કરી હોવાનું સામે આવતા મૃતક હરેશભાઈ ચતુરભાઈ વરમોરાના મોટાભાઈ વિનોદભાઈ વરમોરાની ફરિયાદને આધારે તેના કાકાના દિકરા હસમુખભાઇ રણછોડભાઇ વરમોરા વિરુદ્ધ ગુનો નોધ્યો હતો.
આ પણ વાંચો : જામનગરની ઠેબા ચોકડી પાસે હત્યાકેસમાં આરોપી ડિસમિસ્ડ પોલીસકર્મી અને તેનો ભાઈ ઝડપાયો
પૈસાની લેવડ-દેવડ મામલે કરી હત્યા
મૃતક હરેશભાઈ ઉર્ફે કાળુભાઈ ચતુરભાઈ વરમોરા અને આરોપી હસમુખભાઈ રણછોડભાઈ બંને સગા કાકા દાદાના દીકરા થતા હતા અને રૂપિયા લેતી-દેતી મામલે આરોપી હસમુખે હરેશને તેની વાડીએ લઈ જઈ ધારિયાના ઘા ઝીકી હત્યા કરી હતી અને પછી પોતેજ કોઈ અજાણ્યા શખ્સોએ હુમલો કર્યાનું જાહેર કર્યું હતું. આ હત્યાના બનાવામાં આરોપીને પણ ઈજાઓ થતા તેને સારવાર માટે ધાંગધ્રા ખસેડવામાં આવ્યો હતો પણ પોલીસને બનવા શકાસ્પદ લાગતા તેની પૂછપરછ કરતા ભાંગી પડયો હતો અને સમગ્ર ઘટના પોલીસને જણાવી હતી. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.