મોરબીઃ જિલ્લામાં નાગરિકો સાથે અણછાજતા વર્તનને લઈને જિલ્લા પોલીસ વડા ડૉ. કરનરાજ વાઘેલાએ તમામ પોલીસ મથકોને તાકીદ કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, GRD કે હોમગાર્ડ જવાનો નાગરિકો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરશે તો તે વિસ્તારના થાણા અધિકારી સામે પગલાં લેવામાં આવશે.
મોરબી એસપી ડૉ.કરનરાજ વાઘેલા દ્વારા તમામ પોલીસમથકમાં પત્ર મોકલવામાં આવ્યો છે. જેમાં તેઓએ GRD અને હોમગાર્ડના જવાનોના ઉદ્ધતાઇ ભર્યા વર્તન બદલ કડક કાર્યવાહી કરવા જણાવ્યુ છે.
મોરબીમાં ઘણી જગ્યાએ GRDના જવાનો દ્વારા સામાન્ય નાગરિકો સાથે ગેરવર્તણૂક થતી હોવાની ફરિયાદો સામે આવતા જિલ્લા પોલીસવડા દ્વારા તમામ પોલીસમથકમાં મેઈલ કરી GRD સાથે ઇન્ચાર્જ ફરજિયાત મુકવા આદેશ કર્યા છે. પોલીસ કે, GRDને ન શોભે તેવું વર્તન કરશે તો થાણા અધિકારીને જવાબદાર ગણી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે.