ETV Bharat / state

ટંકારાના મેધપર ઝાલામાં નાળાનું પાણી આવી જતા ગામ સંપર્ક વિહોણું

મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં વોકળો આવતા મેઘપર ઝાલા ગામ હાલમાં સંપર્ક વિહોણું થઈ ગયું છે. કારણ કે, વરસાદ પડતાંની સાથે જ કોઝવે ઉપર પાણી આવી જાય છે, અને પાણી ઉતરે નહી ત્યા સુધી ગામ લોકો બહાર જઇ શકતા નથી. તેમજ બહાર ગયેલા લોકો તેના ઘરે પાછા આવી શકતા નથી.

morbi
મોરબી
author img

By

Published : Aug 30, 2020, 12:32 PM IST

મોરબી: જિલ્લામાં જ્યારે પણ ભારે વરસાદ પડે ત્યારે ઘણા ગામોની અંદર ખેતીના પાકની સાથે અન્ય નુકસાન પણ થતું હોય છે, પરંતુ ટંકારા તાલુકાનું મેઘપર ઝાલા ગામ દર વર્ષે ચોમાસામાં લગભગ મોટાભાગના દિવસો જ્યારે ભારે વરસાદ પડે ત્યારે સંપર્ક વિહોણુ થઈ જાય છે.

આ ગામની અંદરથી લોકો બહાર નીકળી શકતા નથી. તેમજ બહાર ગયેલા લોકો પોતાના ઘરે પોતાના ગામમાં જઈ શકતા નથી, ત્યારે ગામની અંદર કોઈપણ મેડિકલ કેસ અથવા તો સગર્ભા મહિલાને જો હોસ્પિટલ પહોંચાડવી હોય તો પણ ગામના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારણ કે કોઝવે ઉપર સામાન્ય રીતે ચારથી પાંચ ફૂટ જેટલું પાણી આવી જતું હોય છે.

ટંકારાના મેધપર ઝાલા ગામે વોકળો આવી જતા ગામ સંપર્ક વિહોણું

આ પણ વાંચો: કચ્છના અબડાસામાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ, ભુજમાં 3 ઇંચ

હાલમાં 8 કલાકથી વરસાદ ન હોવા છતાં પણ આ કોઝવે પરથી અત્યારે બે ફૂટ કરતાં વધારે પાણી પસાર થઈ રહ્યું છે, ત્યારે લોકો બહાર પણ જઇ શકતા નથી. લોકો દ્વારા તાત્કાલિક તેનો નિકાલ કરવાની માંગ ઉઠી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.