મોરબીઃ હળવદના ચુંપણી ગામ નજીક શુક્રવારે સાંજના સુમારે હીટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક વાહન દ્વારા ઠોકરે અજાણ્યા પુરુષનું મોત થયું હતું. હળવદના માથક ગામના સરપંચ વાઘજીભાઈ મનુભાઈ પરમારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, ચુંપણી માથક રોડ પર અજાણ્યા વાહનચાલકે વાહન પુરઝડપે ચલાવી અંદાજે 40થી 45 વર્ષના અજાણ્યા પુરુષને ઠોકર લાગતા તેનું મ મોત થયું હતું. જયારે વાહનચાલક ત્યાથી ભાગી ગયો હતો. હળવદ પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી હતી. મૃતક યુવાનને મોરબી સરકારી કોલ્ડ સ્ટોરેજમાં રાવામાં આવ્યો છે. જેના વાલીવારસની પોલીસે શોધખોળ ચલાવી છે.
હળવદના ચુંપણી-માથક રોડ પર હીટ એન્ડ રનની ઘટના, અજાણ્યા પુરુષનું મોત - Halwad News
હળવદના ચુંપણી ગામ નજીક એક વાહન ચાલક દ્વારા ઠોકર મારતા અજાણ્યા પુરુષનું મોત થયું હતું. જ્યારે વાહનચાલક વાહન મુકીને ભાગી જતાં હળવદ પોલીસે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
![હળવદના ચુંપણી-માથક રોડ પર હીટ એન્ડ રનની ઘટના, અજાણ્યા પુરુષનું મોત હળવદના ચુંપણી-માથક રોડ પર હીટ એન્ડ રનની ઘટના, અજાણ્યા પુરુષનું મોત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7329051-thumbnail-3x2-accident.jpg?imwidth=3840)