માળિયા હરીપર શાળામાં ૨૦૦૪થી ફરજ બજાવતા હસીનાબેન પાયકએ જણાવ્યું હતું કે, "15 જાન્યુઆરીના રોજ પ્રાથમિક શિક્ષણ અધિકારી અમારી શાળામાં તપાસ માટે આવ્યા હતા અને તેને શું તપાસ કરી તે મને ખબર નથી તો તપાસ બાદ શું ભૂલ હતી તે સાહેબે મને જણાવી નથી. અને આજે અચાનક જ મને ફરજ મૌકુફ કરવાનો આદેશ માળિયા ટીડીઓએ આપ્યો છે."
હરીપર ગામના સરપંચ જેસરભાઈ જણાવે છે કે ,અમારા ગામની શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા હસીનાબેનનો કોઈ વાંક નથી. એક તો અમારી શાળામાં શિક્ષકો ઘટે છે, 7 ને બદલે 6 શિક્ષકો છે અને આચાર્યને પણ શાળામાંથી તાલુકા પંચાયતમાં જવા દેવામાં આવે છે. તો અમારા ગામના બાળકો કઈ રીતે અભ્યાસ કરી શકશે.
આચાર્ય અને સીઆરસી કો ઓર્ડીનેટરને ફરજ મોકૂફ કર્યા બાદ તપાસ માટે ત્રણ ત્રણ સદસ્યોની કમિટી બનાવી છે. જેમાં આચાર્યના કેસમાં તપાસ માટે માળિયા ટીપીઓ, મોરબી કેળવણી નિરીક્ષક અને મોરબી ટીપીઓની ટીમ બનાવી છે. જયારે, સીઆરસી કેસની તપાસ માટે મદદનીશ પ્રોજેક્ટ કો ઓર્ડીનેટર, બીઆરસી માળિયા અને ટીપીઓ માળિયાની ટીમ બનાવી છે.