ETV Bharat / state

ટંકારા ભાજપના ઉમેદવારના ફોર્મમાં ઘણી ભૂલો છતાં સ્વીકારવામાં આવ્યું, કૉંગ્રેસનો આક્ષેપ - Lalitbhai Kagthara Congress Candidate for Tankara

મોરબીની ટંકારા વિધાનસભા બેઠક (Tankara Assembly Seat) પરથી ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરિયાએ (Durlabhjibhai Dethariya BJP Candidate for Tankara) ઉમેદવારીપત્ર ભર્યું હતું. ભાજપના આ ફોર્મમાં ભૂલ હોવાનો આક્ષેપ ટંકારાના કૉંગ્રેસ ઉમેદવાર લલિત કગથરાએ કર્યો હતો.

ટંકારા ભાજપના ઉમેદવારના ફોર્મમાં ઘણી ભૂલો છતાં સ્વીકારવામાં આવ્યું, કૉંગ્રેસનો આક્ષેપ

author img

By

Published : Nov 15, 2022, 4:14 PM IST

મોરબી રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) પહેલા રાજકીય પાર્ટીઓ એકબીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરી રહ્યા છે. ત્યારે ટંકારા બેઠક પર (Durlabhjibhai Dethariya BJP Candidate for Tankara) ભાજપના ઉમેદવાર દુર્લભજી દેથરિયાએ ઉમેદવારીપત્ર ભર્યું હતું. તેમના ફોર્મમાં અનેક ભૂલો હોવાનો આક્ષેપ કૉંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ (Lalitbhai Kagthara Congress Candidate for Tankara) કર્યો હતો.

અંતિમ દિવસે થઈ બબાલ ટંકારા બેઠક (Tankara Assembly Seat) પર ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે કૉંગ્રેસના ઉમેદવાર લલિત કગથરાએ (Lalitbhai Kagthara Congress Candidate for Tankara)વિશાળ રેલી યોજી સમર્થકોની ઉપસ્થિતિમાં (Congress protest in Morbi) ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તે દરમિયાન તેમણે ભાજપના ઉમેદવાર પર આક્ષેપ કર્યા હતા. બીજી તરફ બંને ઉમેદવારોએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

અંતિમ દિવસે થઈ બબાલ

કોંગી નેતાએ કર્યા આક્ષેપ કોંગી ઉમેદવાર લલિત કગથરાએ (Lalitbhai Kagthara Congress Candidate for Tankara)જણાવ્યું હતું કે, આ ફોર્મમાં એક પણ જગ્યા ખાલી છોડવાની હોતી નથી. તેમ જ ડેશ પણ કરવાનું નથી હોતું. તેમ છતાં પણ ભાજપના બંને ફોર્મમાં ડેશ કરવામાં આવ્યું છે. એટલે આ ફોર્મ રદ થવાપાત્ર હોવાનો તેમણે દાવો કર્યો હતો. આ બાબતે ચૂંટણી પંચને પણ રજૂઆત કરી હોવાનું પણ તેમણે મીડિયાને જણાવ્યું હતું.

આ બેઠક પર પાટીદારોનું પ્રભુત્વ જિલ્લાની મહત્વની અને પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી ટંકારા બેઠકનો (Tankara Assembly Seat) તવારીખ ઇતિહાસ રોચક છે. વર્ષ 1962માં રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજા અપક્ષ લડ્યા હતા અને જીત્યા હતા. તો જેતે સમયે કેશુભાઈ પટેલે અહીંથી લડીને વટભેર જીતીને નાયબ મુખ્યપ્રધાન પદ મેળવ્યું હતું. નોંધનીય છે કે, આ બેઠક પર 3 વાર કૉંગ્રેસ, 2 વાર અપક્ષ અને 7 વાર ભાજપના ઉમેદવાર વિજયી બન્યા છે. ત્યારે હવે ચૂંટણી પૂર્વે જ ભાજપ, કૉંગ્રેસ વચ્ચે તણખાં ઝરતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

ભાજપના ઉમેદવારના ફોર્મમાં ભૂલો
ભાજપના ઉમેદવારના ફોર્મમાં ભૂલો

હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો ટંકારા મામલતદાર કચેરીએ આ હાઈવોલ્ટેજ ડ્રામાનો અંત આવ્યો હતો. જોકે, બંને પક્ષોને સાંભળ્યા પછી ટંકારાના ચૂંટણી અધિકારી ડી. સી. પરમારે ભાજપનું ફોર્મ માન્ય રાખ્યું હતું. તો હવે કૉંગ્રેસ આ મામલે કોર્ટની શરણે જાય તેવી શક્યતા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.