એક પછી એક સિરામિક એકમોને નોટીસ ફટકારવાનું શરુ કરતા ઉદ્યોગકારોમાં નિરાશા વ્યાપી ગઈ છે. GPCBની નોટિસોને પગલે મોરબી સિરામિક એસોસિએશન હોલ ખાતે સિરામિક ઉદ્યોગપતિઓની બેઠક મળી હતી. જેમાં આ મુદ્દે તમામ માલિકો સાથે ચર્ચા કરવામાં આવી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં સિરામિક એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે, GPCB દ્વારા અંદાજે 450થી 500 કરોડના દંડની નોટીસ સિરામિક એકમોને ફટકારવામાં આવી છે. જે મામલે અમે વકીલની સલાહ લઈને GPCBને જવાબ આપીશું.
સિરામીક ઉદ્યોગકારોએ આ મુદ્દે જરૂર પડતા હાઈકોર્ટ સુધી લડત આપવાની પણ તૈયારી દર્શાવી છે. મંદીના માહોલમાં GPCBએ ફટકારેલા દંડને પગલે ઉદ્યોગપતિઓમાં નિરાશા અને રોષ જોવા મળી રહ્યો છે.