જિલ્લામાં ચોમાસા દરમિયાન 150 % કરતા વધુ વરસાદ નોંધાયો હતો. જેના કારણે ઉભા પાકને નુકસાન થયું હતું. ખાસ કરીને કપાસ,મગફળીના પાકને વધારે નુકસાન થયું હતું. જેથી રાજ્ય સરકારે ખેડૂતોને રાહત મળે તે માટે સર્વે કામગીરી હાથ ધરી હતી. પરંતુ મોરબી જિલ્લાના 150 ગામોમાં સર્વે કામગીરી કરવામાં આવી નથી. જેના કારણે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
આ અંગે જિલ્લાના ખેડૂતોએ ગુજરાત કિશાન સંગઠનના અગ્રણી રતનસિંહ ડોડિયા, જિલ્લા પંચાયત કિશોર ચીખલીયાની આગેવાનીમાં ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારીને આવેદન પાઠવામાં આવ્યું હતું અને માંગ કરી હતી કે, 7 દિવસમાં વીમા કંપનીએ નુકસાનીનું સર્વે કરી આકરણી પૂરી કરી દેવાની હોય છે. પરંતુ આજે 23 દિવસ થયાં હોવા છતાં હજુ સર્વેની ચાલુ કામગીરીએ વીમા કંપનીને નોટીસ આપવામાં આવતી નથી.
પાકમાં થયેલાં નુકસાન વળતર અંગે વાત કરતાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, "દિવાળીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે હજુ તો સર્વે કામગીરી પૂર્ણ થઇ નથી, તો વીમો ક્યાંથી આવશે?"
આમ, ખેડૂતોને દિવાળી સમયે જ અંધકારમાં રહેવાનો વારો આવ્યો છે. ત્યારે ખેતીવાડી અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે," મોરબી, ટંકારા,માળિયા અને વાંકાનેરમાં દિવાળી પહેલા સર્વે કામગીરી પૂર્ણ થઇ જશે પરંતુ હળવદમાં થોડા પ્રશ્નો હોવાથી તેમાં વિલંબ થશે."