ETV Bharat / state

હળવદના ખેડૂતે વિદેશથી મગફળી ઉપાડવાનું મશીન મંગાવ્યું - peanut lifting machine first in India

મોરબીનો સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ વિશ્વ વિખ્યાત છે. ત્યારે હવે ખેતીમાં પણ વિદેશી મશીનરીનો ખેડૂત દ્વારા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જેમાં હળવદ તાલુકાના સરંભડા ગામમાં રહેતા ખેડૂતે ખેતરમાંથી મગફળી ઉપાડવાનું મશીન વિદેશથી મંગાવ્યું છે. સમગ્ર ભારતમાં આ પ્રથમ મશીન હોવાનું પણ જાણવા મળ્યું છે.

halvad farmer news
halvad farmer news
author img

By

Published : Sep 29, 2020, 4:56 PM IST

મોરબીઃ છેલ્લા વર્ષોમાં ખેતીની અંદર ઘણું પરિવર્તન આવ્યું છે અને વૈજ્ઞાનિક ઢબે તેમજ આધુનિક સાધન સામગ્રીનો ઉપયોગ કરીને ખેડૂતો ખેતી કરતા થયા છે. જે કારણે ઓછી મહેનતે વધુ વળતર મળે તેવી વ્યવસ્થા ધીમે ધીમે હવે ખેતીમાં ગોઠવાઈ રહી છે. જો કે, અત્યાર સુધી મગફળી, ચણા, વટાણા સહિતના પાકને ખેતરમાંથી ઉપાડવા માટે મજૂરોની જરૂર પડતી હતી અને ખેડૂતોને મહેનત પણ વધુ કરવી પડતી હતી, પરંતુ મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં આવેલા સરંભડા ગામના પ્રગતિશીલ ખેડૂત દ્વારા વિદેશથી રૂપિયા 28 લાખના ખર્ચે ખેતરમાંથી મગફળી ઉપાડવાનું મશીન મંગાવ્યુ છે, જે ભારતમાં મગફળી ઉપાડવા માટે ચાઇનાથી આવેલું પ્રથમ મશીન છે.

હળવદના ખેડૂતે વિદેશીથી મગફળી ઉપાડવાનું મશીન મંગાવ્યું

અત્યાર સુધી કોઇપણ નવી કાર આવે એટલે તે પ્રથમ ભારતમાં આવતી હોય છે. હાલ સરંભડા ગામના ખેડૂત પંકજ દ્વારા વિદેશથી મોરબી જિલ્લામાં ખેતરમાં એક જ વ્યક્તિને રાખીને મગફળી ઉપાડી શકાય તેવુ 28 લાખની કિંમતનું મશીન મંગાવવામાં આવ્યુ છે. આ મશીનથી મગફળી ઉપરાંત ચણા, વટાણા સહિતના પાકને ઝડપથી ઉપાડી શકાશે અને ખેડૂતો માટે આશિર્વાદ સમાન આ મશીનની માહિતી તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી લીધી હતી અને તેના આધારે જ મગફળી ઉપાડવાનું મશીન મંગાવવામાં આવ્યુ છે.

ઉલ્લેખનીય છે કે, આ મગફળી ઉપાડવાના મશીનથી મગફળી ઉપાડવામાં ખેડૂતોને સમય અને પૈસા બન્નેનો બચાવ થાય છે, તો આધુનિક ખેતી તરફ ખેડૂતો વળતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારુપ બનશે. આ વિદેશી મશીનથી 5 વિઘા પ્રતિ કલાક ખેતરમાંથી મગફળી ઉપાડી શકાય છે, જે ખેડૂતો માટે ઘણું લાભદાયક છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.