ETV Bharat / state

ટંકારાવાસીઓની વર્ષો જૂની માંગણી સંતોષાઈ, બસ સ્ટેન્ડનું મુખ્યપ્રધાનના હસ્તે ઈ- ખાતમુહૂર્ત - બસ સ્ટેન્ડ ઈ-ખાર્તમુર્હત

ટંકારાવાસીઓ માટે ખુશીના સમાચાર મળ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રૂપિયા 1.66 કરોડના ખર્ચે અતિ આધુનિક બસ સ્ટેન્ડ બનાવવા ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

tankara
Tankara
author img

By

Published : Jan 2, 2021, 12:11 PM IST

  • ટંકારાવાસીઓની વર્ષો જૂની માંગણી સંતોષાઈ
  • નવા વર્ષે બસ સ્ટેન્ડનું મુખ્યપ્રધાનના હસ્તે ઈ-ખાતમુહૂર્ત કરાયું
  • 1.66 કરોડના ખર્ચે અતિ આધુનિક બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત

ટંકારાઃ ટંકારાવાસીઓ માટે ખુશીના સમાચાર મળ્યા છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા રૂપિયા 1.66 કરોડના ખર્ચે અતિ આધુનિક બસ સ્ટેન્ડ બનાવવા ઈ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બસ સ્ટેન્ડનું મુખ્યપ્રધાનના હસ્તે ઈ-ખાતમુહૂર્ત

વૈશ્વિક ફલક પર ટંકારાનુ નામ સાનો સોકતથી લેવામાં આવે છે. એવા આઝાદીના પ્રથમ ઉદ્બોધક વૈચારિક ક્રાંતિના જનક મહાન સમાજ સુધારક આર્યસમાજના સ્થાપક દયાનંદ સરસ્વતીની જન્મ ભુમી ટંકારા ખાતે બસ સ્ટેન્ડ જેવી પાયાની સુવિધાથી વંચિત રાખવા બદલ હર હંમેશા બહારથી આવતા ઋષિ પ્રેમી સાથે ટંકારા તાલુકાના સગા સંબંધી સાથે અહીંના રહીશો પણ રંજ અનુભવતા હતાં. ત્યારે નવા વર્ષની ઉજવણી માટે ટંકારામા આંનદના સમાચાર મળ્યા છે અને ટંકારા ખાતે બસનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું છે.

ટંકારાવાસીઓની વર્ષો જૂની માંગણી સંતોષાઈ
સાંસદ મોહનભાઇ કુંડારીયા સહિતના નેતાઓ રહ્યા હાજર

બસ સ્ટેન્ડનું ખાતમુહૂર્ત મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા વર્ચ્યુઅલી કરવામા આવ્યુ હતું. જેમા રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારીયા, માળીયા મોરબી ધારાસભ્ય બ્રીજેસ મેરજા, ટંકારાના માજી સરપંચ ધર્મેન્દ્ર ત્રિવેદી, ડેપ્યુટી કલેકટર કેતન જોષી, પ્રાંત અધિકારી દેવેન્દ્રસિંહ ઝાલા, મામલતદાર શુકલ, એસ ટી વિભાગના મધ્યસ્થ કચેરીના આર એચ વાળા, રાજકોટ વિભાગના વડા વાય કે પટેલ, એમ વી મોદી, મોરબી ડેપો મેનેજર ડી આર શામળા, વાંકાનેરના કે એમ ભટ્ટ સહિતના કર્મચારી હાજર રહ્યાં હતાં. તથા જીલ્લા એસ.પી. ઓડેદરા, ડીવાયએસપી રાધિકા ભારાઈ, ટંકારા પ્રો એ એસ પી અભિષેક ગુપ્તા સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ટંકારા ખાતે બસ સ્ટેન્ડ બન્યા બાદ અહીથી મોરબી ઉપરાંત કચ્છ, રાજકોટ, જામનગર, અમદાવાદ જીલ્લાની સીધી બસ સેવાનો લાભ મુસાફરોને મળશે. જ્યારે મોરબી, વાંકાનેર, નવલખી, માળીયા, પડધરી જેવા સેન્ટરોમાં અપડાઉન કરવુ સહેલું બનશે. વિદ્યાર્થીઓ અને રોજીંદા અપડાઉન કરતા કર્મચારીઓ અને ધંધાર્થીઓ પણ કન્સેસન પાસ માટે મોરબી-રાજકોટના ધક્કા બચતા સમય, શક્તિ અને નાણાનો વ્યય અટકશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.