ETV Bharat / state

વાંકાનેરમાં ગેરરીતિની અરજી કરી પૈસા માંગવા અને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરવા મામલે 'આપ'ના આગેવાનની અટકાયત - morbi news

વાંકાનેરના પંચાસિયા ગામમાં રોડના કામમાં ગેરરીતિની ખોટી અરજી કરી બાદમાં સમાધાનના નામે રૂપિયાની માંગણી કરી જાતિ પ્રત્યે હડધૂત કરાયાની આમ આદમી પાર્ટીના આગેવાન તોફિક અમરેલીયા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદના આધારે એસ.સી.એસ.ટી. સેલના DYSP દ્વારા આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

વાંકાનેર
વાંકાનેર
author img

By

Published : Oct 24, 2020, 2:31 PM IST

  • AAP ના આગેવાને રોડના કામમાં ગેરરીતિની અરજી કરી પૈસાની માંગણી કરી
  • આમ આદમી પાર્ટીના આગેવાન તોફિક અમરેલીયા વિરુદ્ધ ફરિયાદ
  • ફરિયાદના આધારે પોલીસે આરોપીની અટકાયત કરી

મોરબી: વાંકાનેરના પંચાસિયા ગામમાં રોડના કામમાં ગેરરીતિની ખોટી અરજી કરી બાદમાં સમાધાનના નામે રૂપિયાની માંગણી કરી જાતિ પ્રત્યે હડધૂત કરાયાની આમ આદમી પાર્ટીના આગેવાન તોફિક અમરેલીયા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદના આધારે એસ.સી.એસ.ટી. સેલના DYSP દ્વારા આરોપીની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

AAPના આગેવાન તોફિક અમરેલીયા વિરુદ્ધ ફરિયાદ

મળતી માહિતી મુજબ વાંકાનેરના પંચાસિયા ગામમાં રહેતા દિલીપભાઇ મોહનભાઇ ચાવડાએ આમ આદમી પાર્ટીના આગેવાન તોફીકભાઇ અમરેલીયા સામે પૈસા પડાવવાના હેતુથી પંચાસીયા ગામ પાસે રોડના કામમાં ગેરરીતી થયેલ છે, તેવી ખોટી અરજી કરી ફરીયાદી દિલીપભાઈને કહ્યું હતું કે જો આ અરજીમાં સમાધાન કરવુ હોય તો તમારે તથા સરપંચે મને રૂપિયા 2 લાખ આપવા પડશે. જેના જવાબમાં ફરીયાદીએ ના પાડતા આરોપી તોફીકભાઈએ ફરીયાદીને પંચાસીયા ગામ નજીક રોડ ઉપર ગાળો આપી જાતિ પ્રત્યે હડધુત કર્યા હતા. આ અંગે દિલીપભાઈ મોહનભાઇ ચાવડાએ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે મામલે એસ.સી.એસ.ટી. સેલના ડી.વાય.એસ.પી. દ્વારા ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તેમજ આરોપી તોફિક અમરેલીયાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.