આ રજુઆતમાં જણાવવામાં આવ્યુ કે માળિયા તાલુકાના બગસરા ગામ પાસેના રણ વિસ્તારમાં જારીલા નામથી ઓળખાતા કાંઠા વિસ્તારમાં લોકોન પાણીની સમસ્યાથી ત્રાહીમામ થઇ ગયા છે. આ વિસ્તારમાં અંદાજે 25 જેટલાં પરિવાર વસવાટ કરે છે. જેઓને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે. આ વિસ્તારમાં ગરીબ પરિવારના બાળકો પીવાના પાણી માટે તરસી રહ્યા છે.
આ પરિવારોની માંગ એટલી જ છે કે આ વિસ્તારમાં ટેન્કર દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવે.આ ગરીબ પરિવારો માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે.પછાત એવા માળિયા તાલુકામાં પીવાના પાણીની તંગી વર્તાય છે. આથી તંત્ર દ્વારા તાકીદે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.