મોરબીના લક્ષ્મીનગરના રહેવાસીઓએ કલેક્ટરને આવેદન પાઠવીને રજૂઆત કરી હતી કે, મોરબીની લક્ષ્મીનગર સોસાયટી, ત્રાજપર ગ્રામ્ય વિસ્તારમાં સરકારી પાણીની પાઈપલાઈન આપવામાં આવી નથી.
આ વિસ્તારમાં અનુસુચિત જાતિના લોકો રહેતા હોય છે જેથી પીવાના પાણી માટે અનુસુચિત ગ્રાન્ટમાંથી મળવા પાત્ર હોય છે. આ કારણોસર લક્ષ્મીનગર સોસાયટી, ત્રાજપરમાં પાણીની લાઈન આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ વિસ્તારમાં પછાતવર્ગ રહેતો હોવાથી પાણી આપવામાં આવતું નથી તેવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે. જેથી આવેદન પત્ર પાઠવીને પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.