મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતી ઉજવણીના પ્રસંગે સાયકલ યાત્રાનો પ્રારંભ 7 સપ્ટેમ્બર ગાંધીભૂમિ પોરબંદરથી કરાયો હતો. જે સાયકલ યાત્રા 1300 KM પ્રવાસ કરીને ન્યુ દિલ્હી પહોંચશે. CRPF દ્વારા આયોજિત આ સાયકલ યાત્રામાં BSF, CRPF, CISF, ITBP, SSB, NSG, અને આસામ રાયફલના 500 જવાનો જોડાયા હતા.
સાયકલ યાત્રા પોરબંદરથી પ્રસ્થાન કરી વિવિધ સ્થળે ફરીને આજે મોરબી જિલ્લાના ટંકારા આવી પહોંચી હતી. જ્યાં સાયકલ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અને ગાંધીજીના જીવન મુલ્યો માટેની તેમજ આગળના પ્રવાસ માટે શુભકામના પાઠવી હતી. આ સાયકલ યાત્રા આજે મોરબી રાત્રીરોકાણ કરશે. અને આવતીકાલે માળિયા તરફથી કચ્છ હાઈવે પર પ્રસ્થાન કરશે.