ETV Bharat / state

મોરબી પુલ હોનારત, રાજકોટનું દંપતિ માસીના ઘરે મોરબી આવ્યું, ઝૂલતા પુલ દુર્ઘટનામાં નવવિવાહિત યુગલનું મૃત્યુ

મોરબીમાં ઝૂલતા પૂલની ગોઝારી ઘટનામાં ( Morbi bridge Collapse ) રાજકોટના દંપતિનું કરુંણ મોત થયાની ઘટના સામે આવી છે. જ્યાં પત્નીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પતિનું રાજકોટમાં સારવાર દરમિયાન મોત નિપજતા ( Couple From Rajkot Died in Morbi bridge Collapse ) પરિવાર પર આભ ફાટ્યું છે.

author img

By

Published : Nov 1, 2022, 9:53 PM IST

મોરબી પુલ હોનારત, રાજકોટનું દંપતિ માસીના ઘરે મોરબી આવ્યું, ઝૂલતા પુલ દુર્ઘટનામાં નવવિવાહિત યુગલનું મૃત્યુ
મોરબી પુલ હોનારત, રાજકોટનું દંપતિ માસીના ઘરે મોરબી આવ્યું, ઝૂલતા પુલ દુર્ઘટનામાં નવવિવાહિત યુગલનું મૃત્યુ

રાજકોટ આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર પાંચ મહિના પહેલા બેંગ્લોરમાં સોફ્ટવેર એન્જિનિયર ( Software Engineer ) તરીકે નોકરી કરતા અને રાજકોટની અંબિકા ટાઉનશિપમાં સિદ્ધિ હાઇટ્સમાં રહેતા હર્ષ ઝાલાવડિયા અને મૂળ જામજોધપુરના વતની મીરા લગ્નગ્રંથિથી બંધાયા હતાં. પરિવારમાં આ લગ્નથી ખુશીઓનો માહોલ છવાયો હતો.આ દંપતિ મોરબી પુલ હોનારત ( Morbi bridge Collapse ) માં મોતને ભેટતાં બે પરિવાર માથે આભ ફાટી ( Couple From Rajkot Died in Morbi bridge Collapse ) પડ્યું છે.

મોરબીમાં વાયણે આવ્યાં હતાં બન્ને આઈટી ફિલ્ડ સાથે સંકળાયેલા હોવાથી પોતાના કાર્યસ્થળે બેંગ્લોર જતા રહ્યા હતા અને દિવાળીની રજામાં ( Diwali holiday ) રાજકોટ આવ્યા હતાં. તહેવારના અંતિમ શનિવારમાં મોરબી ખાતે રહેતા હર્ષના માસીએ નવદંપતિને ઘરે જમવા જવા માટે આમંત્રિત કર્યા હતા. જેથી શનિવારે હર્ષ પત્ની મીરા અને માતાપિતા સાથે મોરબી રહેતા માસીના ઘરે ગયાં હતાં.

પુલ તૂટ્યો ત્યારે દંપતિ સેલ્ફી લઈ રહ્યું હતું રવિવારે સવારે ઝાલાવડિયા પરિવાર મોરબીથી રાજકોટ પરત આવવા રવાના થઈ રહ્યો હતો. એ સમયે માસીના દીકરાએ મોરબી જ રોકાવાનો આગ્રહ કરતા પરિવારજનો રોકાઈ ગયા હતાં અને સાંજે હર્ષ અને મીરા માસિયાઈભાઈ, તેની પત્ની અને પુત્ર સાથે ઝૂલતા પુલ પર ફરવા ગયા હતાં. ઝૂલતા પુલ પર સહેલાણીઓ સાથે દંપતિ સેલ્ફી લઈ રહ્યું હતું ત્યાં અચાનક જ પુલ ધરાશાયી ( Morbi bridge Collapse ) થયો.

પત્નીના મોત સમાચાર બાદ પતિનું પણ મોત ઝૂલતા પુલ દુર્ઘટનામાં ઘડીના છઠ્ઠા ભાગમાં હર્ષ મીરા અને અન્ય પરિજનો વિખુટા પડી ગયા. હર્ષ જયારે ભાનમાં આવ્યો ત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ( Rajkot Civil Hospital) ખાતે દાખલ હતો. જ્યાં તેને જાણવા મળ્યું હતું કે માસિયાઈભાઈ અને તેમની પત્નીનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે માસિયાઈ ભાઇના સાત વર્ષના પુત્રનો બચાવ થયો હતો. તેથી બેબાકળા તથા ઈજાગ્રસ્ત હર્ષે પત્ની વિષે પૂછ્યું ત્યારે ખબર પડી હતી કે મીરાંનું તો ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ સાંભળી હર્ષ ફરી બેભાન થઈ ગયો હતો અને સારવાર દરમિયાન તેનું મોત ( Couple From Rajkot Died in Morbi bridge Collapse ) નીપજ્યું હતું. દંપતિએ હજુ પ્રભુતામાં પગલા માંડી જિંદગીની શરૂઆત કરી હતી. ત્યાં બન્ને કાળનો કોળિયો બની જતા ઝાલાવડીયા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.