ETV Bharat / state

હળવદના ચરાડવા ગામે વૃદ્ધનો કોરોના પોઝિટિવ, આરોગ્ય વિભાગ હરકતમાં - MORBI NEWS

મોરબી જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, અને કેસમાં પણ સતત વધારો થતો જઈ રહ્યો છે. અત્યાર સુધીમાં મોરબી જિલ્લામાં કોરોનાના 14 કેસ નોંધાઈ ચુક્યા છે. તો એક દર્દીનું મૃત્યુ પણ થયું છે. તો હળવદ તાલુકાના ચરાડવા ગામે કોરોનાનો વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો છે.

Halwad
હળવદ
author img

By

Published : Jun 25, 2020, 11:25 AM IST

  • હળવદ તાલુકાના ચરાડવા ગામે વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
  • આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું
  • હાલ દર્દી રાજકોટ હોસ્પિટલમાં સારવાર હેઠળ

મોરબી: હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા 54 વર્ષના વૃધ્ધના ગઈકાલે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે સેમ્પલ લેવામા આવ્યા હતા. જેમાં તેનો રીપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. મોરબી આરોગ્ય વિભાગની ટીમ ચરાડવા ગામે દોડી જઈને કામગીરી હાથ ધરી છે.

હાલમાં પોઝિટિવ દર્દીને રાજકોટ હોસ્પિટલ ખાતે જ સારવારમાં રાખવામાં આવ્યા છે. તેમજ તેઓની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી ન હોવાનું આરોગ્ય વિભાગ પાસેથી જાણવા મળ્યું છે. પરંતુ અમદાવાદથી આવેલા તેમના સંબંધીના સંપર્કમાં આવ્યા હોવાની માહિતી આરોગ્ય વિભાગે આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.