ETV Bharat / state

મોરબીમાં રવિવારે ફરી થયો કોરોના વિસ્ફોટ, એક દિવસમાં 19 કેસ નોંધાયા

વૈશ્વિક મહામારી કોરોના દિવસેને દિવસે વધતી જાઈ રહી છે. મોરબી જિલ્લામાં રવિવારે એકસાથે 19 કોરોના કેસ નોંધાયા હતા.

મોરબીમાં રવિવારે ફરી થયો કોરોના વિસ્ફોટ, એક દિવસમાં 19 કેસ નોંધાયા
મોરબીમાં રવિવારે ફરી થયો કોરોના વિસ્ફોટ, એક દિવસમાં 19 કેસ નોંધાયા
author img

By

Published : Jul 12, 2020, 10:07 PM IST

મોરબી: જિલ્લામાં રવિવારે ફરી કોરોના વિસ્ફોટ થયો એક સાથે 19 દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે. મોરબી શહેર અને જિલ્લામાં રવિવારના રોજ કોરોનાનો વિસ્ફોટ થયો છે અને ઓલ ટાઈમ હાઈ સૌથી વધુ 19 કેસ એક જ દિવસમાં નોંધાયા છે. જેમાં ડોક્ટર, પોલીસકર્મી અને સરકારી કર્મચારી સહિતના 19 દર્દીના રિર્પોટ પોઝિટિવ આવ્યા છે. તો વધુ 8 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જયારે એક દર્દીનું મોત થયું છે.

મોરબી જિલ્લામાં રવિવારે રેકર્ડબ્રેક 19 કેસ નોંધાયા છે. અગાઉ શુક્રવારે 15 કેસ નોંધાયા હતા.ત્યારબાદ રવિવારે ફરી કોરોના બોમ્બ ફાટ્યો હતો. જેમાં મોરબીના કડિયા કુંભાર શેરીના 48 વર્ષના પુરુષ, રવાપર રોડ, શિવ પેલેસના 56 વર્ષના પુરુષ, મોરબી પોલીસ લાઈનના 54 વર્ષના પોલીસ કર્મચારી, શનાળા રોડ પર રહેતા 64 વર્ષના મહિલા, વાંકાનેરના રહેવાસી 61 વર્ષના મહિલા, ટંકારાના નેકનામના 23 વર્ષના યુવાન, મોરબી રાવલ શેરી 45 પુરુષ, લાલબાગ સરકારી કર્મચારી 55 વર્ષ પુરુષ, તેના પત્ની 54 વર્ષ, હળવદ નવા ધનાળા 50 વર્ષ મહિલા, ધનાળાના 30 વર્ષના યુવાન, મોરબી ચંદ્રેશનગર 27 વર્ષ પુરુષ, ધર્મસિદ્ધિ સોસાયટી 63 વર્ષ પુરુષ, મદીના સોસાયટી વિસીપરા 50 વર્ષ પુરુષ, ક્રિષ્ના હોસ્પિટલ 30 વર્ષ યુવાન, પ્રાણનગર રવાપર રોડ 60 વર્ષ પુરુષ, વાંકાનેર સીટી 45 વર્ષ પુરુષ, મોરબી રામવિજય સોસાયટી 57 પુરુષ અને 55 વર્ષ મહિલા, એમ 19 દર્દીના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે.

તે ઉપરાંત રવિવારે વધુ 8 દર્દીઓએ કોરોના કોરોનાને માંત આપી છે. જયારે વધુ એક દર્દીનું રાજકોટમાં સારવારમાં મોત થયું છે. મોરબી જિલ્લામાં રવિવારની સ્થિતિએ કુલ 73 એક્ટીવ કેસ જોવા મળે છે અને 39 દર્દી સજા થયા છે અને જિલ્લામાં કુલ 7 દર્દીના મૃત્યુ થયા છે. મોરબી જિલ્લામાં રવિવારે સાંજ સુધીમાં કુલ 119 કેસો નોંધાઈ ચુક્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.