- મોરબીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારમાં હાર્દિક પટેલ
- જીતનો પાકો વિશ્વાસ કર્યો વ્યક્ત
- રવાપર ગામે હાર્દિક પટેલે યોજી કિસાન મહાપંચાયત
મોરબીઃ યુવા નેતા અને કોંગેસ કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ દ્વારા મોરબીના રવાપર ગામ ખાતે આવેલ બહુચરાજીના મંદિર સામે કિસાન મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું આ કિસાન મહાપંચાયતમાં ટંકારા-પડધરીના ધારાસભ્ય લલિત કગથરા, મંત્રી મનોજ પનારા, કોંગેસ અગ્રણી જયંતીભાઈ પટેલ સહિતના ઉમેદવારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.
મોંઘવારી, પેટ્રોલ ડીઝલના ભાવ સહિતના મુદ્દે કોંગેસને મત આપવા અપીલ
તો કિસાન મહાપંચાયતમાં મનોજ પનારા, લલિત કગથરા સહિતના આગેવાનોએ સભાને સંબોધન કરીને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતાં અને મોરબીમાં ભાજપની ગુંડાગીરીનો જવાબ આપને કોંગેસના તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોને મત આપવા માટે અપીલ કરી હતી.
મોટી જનમેદની વચ્ચે સ્થાનિક સ્વરાજની બેઠકો કબજે કરવા હાર્દિકનો હૂંકાર
તો કોંગેસના કાર્યકરી પ્રમુખ હાર્દિક પટેલે કિસાન મહાપંચાયતને સંબોધી હતી જેમાં જણાવ્યું હતું કે લોકો પેટ્રોલ ડીઝલ, મોધવારી, અને ભ્રષ્ટાચારના મુદે કોંગેસને મત આપશે તો મોરબીની જનતા સમજદાર છે અને મહાનગરપાલિકામાં ભલે કોંગેસ હારી ગયું હોય પણ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં કોંગેસનો વિજય નિશ્ચિત છે.