ETV Bharat / state

પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાના વિરોધમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના મોરબીમાં ધામા

મોરબી જિલ્લા કોંગ્રેસી ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપ્યુ હતું. જેને લઇને મતદારો તેમજ કોંગ્રેસ પક્ષનો દ્રોહ કર્યો હતો તેવું વરતાઇ રહ્યું છે, જેના વિરોધમાં શનિવારે મોરબીમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ, ધારાસભ્યો આવી પહોંચ્યા હતા.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાના વિરોધમાં આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના મોરબીમાં ધામા

author img

By

Published : Jun 13, 2020, 4:05 PM IST

મોરબીઃ શનિવારના રોજ વિપક્ષના દિગ્ગજ નેતાઓએ મોરબીમાં ધામા નાખ્યા છે. જેમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડિયા, વિરજી ઠુમ્મર, વિક્રમ માડમ, પ્રવીણ મુછ્ડીયા, બાબુભાઈ વાંઝા, હર્ષદ રીબડીયા, કનુ બારૈયા, મોહનભાઈ, અંબરીશ ડેર, સંતોકબેન આરટીયા, મોહમદ જાવીદ પીરઝાદા, લલિત કગથરા અને પ્રતાપ દુધાત સહિતના કોંગ્રેસી નેતાઓ અને ધારાસભ્યો પહોંચ્યા હતા. જ્યાં રાજીનામું આપી દેનારા ધારાસભ્ય બ્રિજેશ મેરજા પર પ્રહારો કર્યા હતા.

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બ્રિજેશ મેરજાના વિરોધમાં આજે કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના મોરબીમાં ધામા

પરેશ ધાનાણીએ જણાવ્યું કે, 2 ગુજરાતીઓએ દેશને આઝાદી અપાવી હતી અને હવે બે ગુજરાતી લોકશાહીની હત્યા કરી રહ્યા છે. લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિ તોડવાની રાજનીતિ લોકશાહી માટે કલંક સમાન છે. કોરોનાથી અમુક વ્યક્તિઓ મરશે જયારે તોડોના રાજનીતિથી લોકશાહી અને વ્યવસ્થા ખત્મ થઇ જશે. જેથી આજે લોકશાહી બચાવવા કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ મોરબી પધાર્યા હતા. તો મોરબીના મતદારોને ઉદેશીને જણાવ્યું કે, મતદારોના પીઠમાં ખંજર મારનારને સબક શીખવવાની હાંકલ કરી હતી, તો વેચેલો માલ પરત લઈને ભૂલ કરી હોવાનો કટાક્ષ પણ કર્યો હતો.

મોરબીમાં કોંગ્રેસના કાર્યક્રમને પગલે સવારથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. જો કે, કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓ જ સરકારની ગાઇડલાઇનના ધજાગરા કર્યા હતા, કાર્યક્રમમાં કેટલાક ધારાસભ્યો, નેતાઓ અને કાર્યકરો માસ્ક વિના જોવા મળ્યા હતા. એટલું જ નહિ સોશિયલ ડિસ્ટન્સના પણ ધજાગરા ઉડાવ્યા હતા. છતાં તંત્ર મુક પ્રેક્ષક બની જોતું રહ્યું હતું, તે પણ શરમજનક કહી શકાય. નગરપાલિકા તંત્ર માસ્ક વિના ફરતા નાગરિકો અને વેપારીઓને દંડ ફટકારે છે. જોકે પાલિકા પ્રમુખ કેતન વિલપરા અહી ઉપસ્થિત હોય છતાં કોઈ એક્શન લેવાયા ના હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.