ETV Bharat / state

કોંગ્રેસને સમર્થન કરનાર વેપારી, ખેડૂતો ભાજપ સરકાર હેરાન કરવાનું બંધ કરે : જગદીશ ઠાકોર - Congress Attacked the BJP In Morbi

કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર અને પ્રદેશ પ્રભારી રઘુ શર્મા મોરબીની મુલાકાતે (Congress Leader Visits Morbi) આવ્યા હતા. જ્યાં કાર્યકરો સાથે મુલાકાત ઉપરાંત કારોબારી બેઠક (Congress Meeting in Morbi) પણ યોજાઈ હતી. ત્યારે કોંગ્રેસ પ્રમુખ ભાજપ સરકારમાં ગુંડારાજ પર આકરા પ્રહારો (Congress Leader Attacks BJP In Morbi) કર્યા હતા. તો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભાષાની મર્યાદા ચુકી ગયા હતા અને અપશબ્દો બોલી જતા મહિલા કાર્યકરોમાં ગણગણાટ જોવા મળ્યો હતો.

કોંગ્રેસને સમર્થન કરનાર વેપારી, ખેડૂતો ભાજપ સરકાર હેરાન કરવાનું બંધ કરે : જગદીશ ઠાકોર

author img

By

Published : Feb 1, 2022, 10:53 AM IST

મોરબી : ગુજરાત વિધાનસભા ચુંટણીની (Gujarat Assembly Election) તૈયારીના ભાગરૂપે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અને પ્રદેશ પ્રભારી રઘુ શર્મા મોરબીના મુલાકાતે (Congress Leader Visits Morbi) હતા. ત્યારે કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત સાથે કારોબારી બેઠક યોજાઈ (Congress Meeting in Morbi) હતી. આ દરમિયાન પોતાના વક્તવ્યમાં પ્રદેશ પ્રમુખ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.

વિધાનસભા ચૂંટણીને લઈને હાકલ

કોંગ્રેસને સમર્થન કરનાર વેપારી, ખેડૂતો ભાજપ સરકાર હેરાન કરવાનું બંધ કરે : જગદીશ ઠાકોર

જેમાં કોંગ્રેસને સમર્થન કરનાર વેપારી, ખેડૂતો અને કાર્યકરોને ભાજપ રાજમાં પરેશાન (Congress Leader Attacks BJP In Morbi) કરવામાં આવતી હોવાના આક્ષેપ કર્યા હતા. હવે આવું કૃત્ય કરે તો પોલીસ મથકે 50 ગાડીઓ જશે તેમ જણાવ્યું હતું અને કાર્યકરોને વિધાનસભા ચુંટણી માટે કામે લાગી જવા હાકલ કરી હતી.

ભાજપના ધારાસભ્યને સવાલ પૂછો તો ટપકાવી દઈશ ભાષા વાપરે છે : જગદીશ ઠાકોર

કિશન ભરવાડ હત્યા કેસ મામલે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ગુજરાતમાં કોની સરકાર છે અને કોની સરકારમાં બનાવો બને છે. તે જોવું જોઈએ રાધનપુર, ધંધુકા, પોરબંદર તેમજ રાજકોટ અને સુરતમાં આવા બનાવો અવારનવાર બને છે. ગુંડા ખુલ્લી તલવાર લઈને ફરે છે. તો ભાજપના ધારાસભ્ય પત્રકારો સવાલ પૂછે ત્યારે સખણો રહેજે નહિ તો ટપકાવી દઈશ તેવી ભાષા વાપરતા હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતી પટેલ, કે.ડી પડસુંબીયા, રાજુ કાવર અને રમેશ રબારી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ Gujarat Assembly Elections 2022 : સંગઠન મજબૂતી માટે કચ્છ કોંગ્રેસનું મિલન, કાલે ચૂંટણી માટે તૈયાર છે નેતાગણ

કોંગ્રેસ 125 થી વધુ બેઠકો સાથે સરકાર બનાવશે : પ્રભારી

કોંગ્રેસના પ્રદેશ પ્રભારી રઘુ શર્માએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હારના કારણો જાણી તેને દૂર કરવા પ્રયાસ ચાલુ છે. પાર્ટીને એકજુટ કરવા અને સંગઠન મજબૂત બનાવવા ઉપરાંત બુથ લેવલ પર મજબૂત બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. વર્ષ 2022 ની વિધાનસભામાં કોંગ્રેસ 125થી (Congress in the 2022 Assembly) વધુ બેઠકો જીતી સરકાર બનાવશે. એટલું જ નહિ વહેલી ચૂંટણી અંગે જણાવ્યું હતું કે, ભાજપને તેઓ નિમંત્રણ આપે છે કે કાલે ચુંટણી જાહેર કરી દે તો પણ કોંગ્રેસ પક્ષ તૈયાર હોવાનું જણાવ્યું છે.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભાષાની મર્યાદા ચુક્યા

મોરબી ખાતે પોતાનું વક્તવ્ય આપી રહેલ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર ભાષાની મર્યાદાઓ ચુકી ગયા હતા. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલા આગેવાનો અને કાર્યકરો હાજર હોય ત્યારે પ્રદેશ પ્રમુખ અપશબ્દો બોલી જતા મહિલા કાર્યકરોમાં ગણગણાટ જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ Budget Session 2022: રાહુલ ગાંધીએ પેગાસસ મામલે કહ્યું - "મોદી સરકારે દેશદ્રોહ કર્યો"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.