મોરબી સામાંકાંઠે આવેલ અને હમણાં નવી બનેલી માળીયા વનાળીયા ગ્રામ પંચાયતમાં (Vanalia Gram Panchayat ) રાત્રે કેટલાક તત્વો માળીયા વનાળીયા ગ્રામ પંચાયત બહાર મૂકેલા પૂર્વ પ્રધાન બ્રિજેશ મેરજાના નામવાળા સિમેન્ટના બાંકડા તોડી (sitting bench broken in Morbi) નાખ્યા હોવાનો બનાવ બન્યો હતો. બાંકડા તોડીને (sitting bench broken in Morbi) આ આવારા તત્વોને શાંતિ ના મળી એટલે માળીયા વનાળીયા અને આસપાસના વિસ્તારોમાં તોડફોડ કરી હતી.સ્થાનિકોને ખબર પણ પોલીસને(B Division Police Morbi)જાણ કરી હતી.પોલીસ હવે આગળની તપાસ કરી રહી છે.
અરજી અંગે તપાસ સ્થાનિકોએ બી ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવી હતી. આ આવારા તત્વોએ 6 બાંકડા તોડી નાખ્યાં હતા. માળીયા વનાળીયા ગ્રામ પંચાયતે બી ડિવિઝન પોલીસને લેખિતમાં રજૂઆત કરી છે કે અગાઉ બ્રિજેશ મેરજા ધારાસભ્ય(Brijesh Merja MLA) હતા. ત્યારે તેમની ગ્રાન્ટમાંથી માળીયા વનાળીયા ગ્રામ પંચાયતની ઓફિસની બહાર લોકોને બેસવા માટે બ્રિજેશ મેરજાના નામવાળા છ સિમેન્ટના બાંકડા મુકવામાં આવ્યા હતા. રાત્રીવી કેટલાક તત્વોએ છ બાંકડા તોડી નાખ્યા હતા.
આ પણ વાંચો- જિલ્લા ન્યાયાધીશ કોર્ટ પરિસરમાં તોડફોડ કરવા બદલ 14 વકીલોની ધરપકડ
યોગ્ય તપાસ આ વિસ્તારના અગ્રણી સ્થાનિકોએ જણાવ્યું હતું કે, કેટલાક તત્વોએ બાંકડા તોડી નાખવાની સાથે પાણીની નાંદ તેમજ બાજુમાં આવેલ રામદેવનગરમાં બગીચા અને ઉમિયાનગરમાં પણ બગીચામાં તોડફોડ કરી હતી. અમારા વિસ્તારમાં અગાઉ પણ તોડફોડ થઈ હોય ત્રાસ હોવાથી આ હરકત પણ કરી હોવાની શંકા હોય પોલીસ યોગ્ય તપાસ કરે તેવી માંગ ઉઠી છે. તો આ અંગે બી ડીવીઝન પોલીસ મથકના બીટ જમાદારનો સપર્ક કરતા તેમણ જણાવ્યું હતું કે આ અંગે અરજી આવી હશે તો તપાસ કરવામાં આવશે તેવું તમેણે જણાવ્યું હતું