ETV Bharat / state

Union Budget 2022 : મોરબી સિરામિક ઉદ્યોગને નેચરલ ગેસના ભાવનો પ્રશ્ન ઉકેલાય તેવી આશા - Morbi Ceramic Industry

કેન્દ્ર સરકાર બજેટ (Union Budget 2022)રજૂ કરવા માટેની તૈયારી કરી રહી છે. મોરબીમાં સિરામિક ઉદ્યોગ વિકસ્યો છે જે ઉદ્યોગ દુનિયાના અનેક દેશોમાં મોરબીમાં બનેલી ટાઈલ્સ (Morbi Ceramic Industry ) એક્સપોર્ટ કરે છે. જોકે વિશ્વકક્ષાના ઉદ્યોગને અનેક સમસ્યાઓ નડી રહી છે. કેન્દ્રીય બજેટમાં નેચરલ ગેસનો પ્રશ્ન ઉકેલાય તેવી આશા અપેક્ષાઓ સિરામિક ઉદ્યોગપતિઓ સેવી રહ્યા છે.

Central Government Budget: મોરબી સિરામિક ઉદ્યોગને નેચરલ ગેસના ભાવનો પ્રશ્ન ઉકેલાય તેવી આશા

author img

By

Published : Jan 28, 2022, 3:20 PM IST

Updated : Jan 28, 2022, 4:08 PM IST

મોરબીઃ કેન્દ્ર સરકાર બજેટ રજુ કરવા (Union Budget 2022) માટેની તૈયારી કરી રહી છે. ત્યારે ઓદ્યોગિક નગરી મોરબીને કેન્દ્રીય બજેટથી અનેક આશા અપેક્ષાઓ છે. મોરબીમાં વિશ્વકક્ષાનો સિરામિક(Morbi Ceramic Industry ) ઉદ્યોગ વિકસ્યો છે જે ઉદ્યોગ દુનિયાના અનેક દેશોમાં મોરબીમાં બનેલી ટાઈલ્સ એક્સપોર્ટ કરે છે. જોકે વિશ્વકક્ષાના ઉદ્યોગને અનેક સમસ્યાઓ નડી રહી છે. જેમાં મુખ્યત્વે ઉદ્યોગમાં ઇંધણ તરીકે વપરાતા નેચરલ ગેસના ભાવો હાલ આસામનને અડી રહ્યા છે. ત્યારે કેન્દ્રીય બજેટમાં નેચરલ ગેસનો પ્રશ્ન ઉકેલાય તેવી આશા અપેક્ષાઓ સિરામિક ઉદ્યોગપતિઓ સેવી રહ્યા છે. સિરામિક ઉદ્યોગમાં શું છે નેચરલ ગેસનો પ્રશ્ન અને સિરામિક એસોના હોદેદારોને કેવી છે બજેટથી અપેક્ષાઓ જોઈએ આ વિશેષ અહેવાલમાં.

મોરબી સિરામિક ઉદ્યોગ

નેચરલ ગેસને જીએસટીના દાયરામાં સમાવવામાં આવે તેવી સિરામિક ઉધોગની માંગ

કેન્દ્રનું બજેટ આવવાનું છે ત્યારે સિરામિક ઉદ્યોગ આ બજેટમાં નેચરલ ગેસને જીએસટીના દાયરામાં સમાવે તેવી માંગ સિરામિક ઉદ્યોગ કરી રહ્યું છે. જે અંગે સિરામિક એસો પ્રમુખ જણાવે છે કે અગાઉ સરકારે જે જાહેરાત કરી હતી તે મુજબ ઓપન એસેસની અમલવારી થાય અને ઓપન માર્કેટમાં ગેસ મળી રહે તેવી આશા ઉદ્યોગપતિઓ સેવી રહ્યા છે. તો ગેસના ભાવો આસમાને છે જેથી જીએસટીમાં સમાવાય તો ભાવો પર કાબુ આવી જશે જેથી સિરામિક ઉદ્યોગને સીધો ફાયદો થશે જેથી ચીન સાથેની સ્પર્ધામાં ઉદ્યોગ ટકી શકશે તેમ જણાવ્યું હતું.

નવા રોડના કામોને મંજૂરો મળી છે ઝડપથી કામ થાય તેવી આશા સિરામિક ઉધોગની

તો કેન્દ્રના બજેટ અંગે મોરબી સિરામિક સેનેટરી વેર એસોના પ્રમુખ જણાવે છે કે મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા નેચરલ ગેસના ભાવોમાં વધારો થયો છે. તેમજ ગેસ પર વેટ 6 ટકા છે જેથી રીબેટ મળતું નથી ગેસને જીએસટીમાં સમાવાય તો ભાવો કંટ્રોલમાં આવશે તે ઉપરાંત રોડ રસ્તા સહિતના પ્રશ્નો છે. જેની સમયાન્તરે સરકાર સમક્ષ રજૂઆત કરી છે જેમાં નવા રોડના કામોને પણ મંજુરી આપવામાં આવી રહી છે જે રોડ ઝડપથી બને તે જરૂરી છે. તો ગેસના ભાવોનો પ્રશ્ન મુખ્ય છે જેનો ઉકેલ બજેટમાં લાવવામાં આવે તેવી આશા અપેક્ષાઓ જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ Union Budget 2022: જૂનાગઢમાં કૃષિ આધારિત ઉદ્યોગો લાવવા વેપારી મહામંડળે જાણો શું કરી માગ

મોરબી સીરમીક ઉધોગ ચીનને સીધી ટક્કર આપી

આમ કેન્દ્ર સરકારનું બજેટ રજુ થવાનું છે જેમાં સિરામિક નગરી મોરબીને અનેક આશા અપેક્ષાઓ છે. ટાઈલ્સ પ્રોડક્ટને જીએસટીના ઊંચા સ્લેબમાં મુકવામાં આવી છે. ત્યારે ગેસના ભાવો સહિતના પ્રશ્નો ઉકેલાય તો ઉદ્યોગને રાહત મળી શકે છે. મોરબીનો સિરામિક ઉધોગ ચીન સાથે સીધી સ્પર્ધા કરે છે દર વર્ષે અબજોનું એક્સપોર્ટ કરીને સરકારને વિદેશી હુંડીયામણ કમાઈ આપે છે. ત્યારે ઉધોગને નવજીવન આપવા સરકાર પણ સકારાત્મક પગલા લે તે જરૂરી છે. હવે બજેટ રજુ થવાને બહુ વાર નથી ત્યારે સરકાર ઉદ્યોગની અપેક્ષાઓ પૂર્ણ કરે છે કે નહિ તે જોવું રહ્યું.
આ પણ વાંચોઃ SMC budget 2022: સુરત મનપાનું 6970 કરોડનું બજેટ, સામાન્ય વેરામાં કોઈ ફેરફાર નહીં, યુઝર્સ ચાર્જમાં વધારો

Last Updated : Jan 28, 2022, 4:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.