મોરબીના બેઠા પુલ પર ગત મોડી રાત્રીના સમયે બાઈક પર પસાર થતા શૈલેશભાઈ શામજીભાઈ આદ્રોજા અને નરેશભાઈ છગનભાઈ સરડવા રહે બંને યંદુનંદન શેરી નં 03 કન્યા છાત્રાલય રોડ વાળાનું બાઈક વેગનઆર કાર સાથે અથડાયું હતું. જે અકસ્માતમાં બાઈકસવાર બંને વ્યક્તિને ઈજા થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતને પગલે મોડી રાત્રીના બેઠા પુલ પર લોકોના ટોળા એકત્ર થયા હતા.
ઉલ્લેખનીય છે કે મોરબી પંથકમાં ચારે બાજુ અકસ્માતોની વણઝાર ચાલે છે, તો સામાકાંઠે જવાના એકમાત્ર પુલ પરના ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે મયુર પુલ નીચે બેઠો પુલ થોડા સમય પૂર્વે જ બનાવ્યો હતો. જોકે બેઠા પુલ પર પણ અકસ્માતો વધવા લાગતા ચિંતાનો વિષય બની રહ્યો છે.