મોરબી રખડતા ઢોરની સમસ્યામાંથી મુક્તિ અભિયાનના મોરબીમાં કેબીનેટ પ્રધાન રાધવજી પટેલની ઉપસ્થિતિમાં શુભારંભ કરાયો હતો.સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાના ઉકેલના ભાગરૂપે મોરબીના ધારાસભ્ય કાન્તિ અમૃતિયાએ આપેલ સૂચનોને કેબિનેટે માન્ય રાખતા રાજ્ય સરકારે સમગ્ર રાજ્યમાં ખૂંટ આખલાનું ખસીકરણ કરવાની યોજના બનાવી છે જેનો શુભારંભ આજે મોરબીથી કરવામાં આવ્યો હતો
મોરબીના ધારાસભ્યના સૂચનનો અમલ : રાજ્યના કેબીનેટ કૃષિ-પશુપાલન પ્રધાન રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં અને મોરબીના ધારાસભ્ય કાન્તિ અમૃતિયાની ઉપસ્થિતિમાં આજે લીલાપર રોડ પરની યદુનંદન ગૌશાળા ખાતે યોજનાનો આરંભ કરવામાં આવ્યો હતો. જે અંગે રાઘવજી પટેલે જણાવ્યું હતું રખડતા પશુની સમસ્યા વધતી જતી હોય અને પશુને કારણે અકસ્માત તેમજ રાહદારીને ઈજા તેમજ મૃત્યુના કિસ્સાઓ વધતા હોય છે. જે મામલે કાન્તિ અમૃતિયાએ તેમની સાથે મુલાકાત દરમિયાન સૂચન કર્યું હતું જે સૂચન અંગે સીએમ સાથે વાતચીત કરી કેબિનેટમાં પ્રસ્તાવ મૂકતીમ મંજૂરી મળતા યોજના અમલી બનાવવામાં આવી છે.
આ પણ વાંચો વ્યાજખોરો ચેતજો, કોઈએ વધુ વ્યાજ આપવાની જરૂર નથી: કાંતિ અમૃતિયા
ખૂંટ આખલાનું ખસીકરણ : આ સૂચન મોરબીના ધારાસભ્યએ કર્યું હોય જેથી યોજનાનો આજે મોરબીથી જ શુભારંભ કરવામાં આવ્યો હતો. જેમાં પશુનું ખસીકરણ કરી બાદમાં સંસ્થાને સોપી દેવામાં આવશે. જે યોજના રાજ્યના તમામ જિલ્લા તેમજ તાલુકા મથકે લાગુ કરવામાં આવશે. નાગરિકોને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરવામાં આવશે જે કાર્યક્રમમાં ગૌશાળા સંચાલક કાના તેમજ જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના અધિકારી અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
-
રખડતા ઢોર અને ખાસ કરીને આખલાઓના ત્રાસમાંથી લોકોને મુક્તિ આપવામાં માટે આખલાઓનું ખસીકરણ કરવાની રાજ્યવ્યાપી ઝુંબેશનો આજરોજ મોરબીની યદુનંદન ગૌશાળા ખાતેથી પ્રારંભ કરાવ્યો તથા આ ઝુંબેશમાં સંસ્થાઓ અને જન સહયોગથી માટે સૌને અપીલ કરી.
— Raghavji Patel (@RaghavjiPatel) January 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી @Kanti_amrutiya pic.twitter.com/MixZ5u700p
">રખડતા ઢોર અને ખાસ કરીને આખલાઓના ત્રાસમાંથી લોકોને મુક્તિ આપવામાં માટે આખલાઓનું ખસીકરણ કરવાની રાજ્યવ્યાપી ઝુંબેશનો આજરોજ મોરબીની યદુનંદન ગૌશાળા ખાતેથી પ્રારંભ કરાવ્યો તથા આ ઝુંબેશમાં સંસ્થાઓ અને જન સહયોગથી માટે સૌને અપીલ કરી.
— Raghavji Patel (@RaghavjiPatel) January 20, 2023
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી @Kanti_amrutiya pic.twitter.com/MixZ5u700pરખડતા ઢોર અને ખાસ કરીને આખલાઓના ત્રાસમાંથી લોકોને મુક્તિ આપવામાં માટે આખલાઓનું ખસીકરણ કરવાની રાજ્યવ્યાપી ઝુંબેશનો આજરોજ મોરબીની યદુનંદન ગૌશાળા ખાતેથી પ્રારંભ કરાવ્યો તથા આ ઝુંબેશમાં સંસ્થાઓ અને જન સહયોગથી માટે સૌને અપીલ કરી.
— Raghavji Patel (@RaghavjiPatel) January 20, 2023
આ પ્રસંગે ધારાસભ્ય શ્રી @Kanti_amrutiya pic.twitter.com/MixZ5u700p
રખડતા ઢોરની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું : ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં રખડતા ઢોરની સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે આ સમસ્યાનો ઉકેલ આખલા ખૂંટનું ખસીકરણ કરી તેને સંસ્થાને સોપવા જોઈએ તેવું સૂચન મોરબીના ધારાસભ્ય કાન્તિ અમૃતિયાએ કેબીનેટ પ્રધાન રાઘવજી પટેલને આપ્યું હતું. જે સોનેરી સૂચન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને પણ ગમ્યું હતું અને કેબીનેટમાં વિચાર મૂક્યો હતો. જેને કેબિનેટે મંજૂરી આપતા યોજના અમલી બની છે. આમ મોરબીના ધારાસભ્યએ મહા વિકરાળ સમસ્યાના કાયમી ઉકેલ માટે સૂચન આપ્યું હતું.
આ પણ વાંચો રસ્તા પર રખડતા ઢોર બાખડતા રાહદારીઓના શ્વાસ અધ્ધર
ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ : આ પ્રસંગે કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ કેબીનેટ પ્રધાન રાઘવજી પટેલે આ ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે, સરકાર લોકોની સતત ચિંતા કરે છે. રસ્તે રખડતા પશુઓનું સંવર્ધન થાય અને આ ઢોરના કારણે થતા અકસ્માતો, માનવ મૃત્યુ કે ઈજા અને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય તે માટે ખાસ આ ખસીકરણ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, મોરબી ખાતે પ્રારંભ થતી આ ખસીકરણ ઝુંબેશને એટલી વ્યાપક અને સફળ બનાવવામાં આવે કે, સમગ્ર રાજ્ય માટે નમાનુરૂપ બની રહે. આ ઝુંબેશમાં ગૌશાળાઓ અને વિવિધ સંસ્થાઓ સહિત સામાન્ય જનતાને સહયોગ આપવા તેમણે અપીલ કરી હતી.