જેમાં આર્ય સમાજ અને ટંકારા ગામના લોકો સાથે યોજાયેલ કાર્યક્રમમાં ટંકારાનાં આર્ય સમાજ ચોક ખાતેથી મેલી વિદ્યાની નનામી કાઢવામાં આવી હતી. જેને મહિલાઓ અને યુવતીઓએ નનામીને કાંધ આપી હતી. ભૂતના મોહરા પહેરી બાળકો અને ટંકારાવાસીઓએ સાથે મળી રેલી કાઢી હતી. જે બાદ સ્મશાન યાત્રામાં જોડાયા હતાં. સામાન્ય રીતે સ્મશાનમાં મહિલાઓ પ્રવેશ કરતી નથી જો કે, સ્મશાનમાં મહિલાઓ પ્રવેશી હતી અને મેલીવિદ્યાની નનામીને પણ અગ્નિદાહ આપ્યો હતો.
આ ઉપરાંત સ્મશાનમાં જ ચા નાસ્તો બનાવી આરોગવામા આવ્યા હતાં. આ જાગૃત કાર્યક્રમમાં મોટી ગામના લોકોએ સ્મશાનમાં કાર્યક્રમો યોજયો, જેમાં સ્મશાનમાં રાત્રીના ભજન, ભોજન અને ભજીયા પાર્ટીના આયોજનોની સાથે વિવિધ જનજગૃતિલક્ષી કાર્યક્રમો યોજ્યા હતાં.