ETV Bharat / state

બીએસએફ જવાનની હત્યા મામલે પુત્રીનો વીડીયો વાયરલ કરનાર સામે કેસ દાખલ - ખેડામાં બીએસએફ જવાનની હત્યા

ખેડામાં બીએસએફ જવાનની હત્યા (BSF jawan killed in Kheda) કરવામાં આવી હતી. પુત્રીનો વીડીયો વાયરલ કરનાર સામે હાલ કેસ દાખલ કરવામાં આવ્યો છે. જવાન પુત્રીનો વિડીયો બનાવી વાયરલ કરનાર યુવાનને ઠપકો આપવા ગયો હતો. તે સમયે લાકડી લઈ 7 લોકો તૂટી પડ્યા હતા.જેમાં BSF જવાનનું મોત (BSF jawan dies objecting daughter obscene video) નિપજ્યુ હતું.

બીએસએફ જવાનની હત્યા મામલે પુત્રીનો વીડીયો વાયરલ કરનાર સામે કેસ દાખલ
Etv બીએસએફ જવાનની હત્યા મામલે પુત્રીનો વીડીયો વાયરલ કરનાર સામે કેસ દાખલ Bharat
author img

By

Published : Dec 28, 2022, 9:17 PM IST

ખેડા હવે તો દેશના જવાનો પણ સુરક્ષિત નથી. કેમકે હવે તો BSF જવાનો પર પણ હુમલા થવા લાગ્યા છે. એવો જ એક કિસ્સામાં નડિયાદના ચકલાસીના સૂર્યનગરમાં રહેતા BSF જવાનની પુત્રીનો વિડીયો બનાવી વાયરલ કરનાર યુવાનને ઠપકો આપવા ગયેલા BSF જવાન (Attack on BSF jawan in Kheda) પર ધારીયા અને લાકડી લઈ 7 લોકો તૂટી પડ્યા હતા. જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા BSF જવાનનું મોત (BSF jawan dies objecting daughter obscene video) નિપજ્યુ હતું. જે મામલામાં ચકલાસી પોલીસ દ્વારા 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જ્યારે વિડીયો વાયરલ કરનાર સામે પોક્સો હેઠળ કેસ(Filed case under POCSO) દાખલ કરી પોલીસ દ્વારા ફરાર આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી હાથ ધરાઈ છે. વિડીયો વાયરલ કરવા બાબતે ઠપકો આપવા ગયા હતા.

આ પણ વાંચો કારખાનેદારને મુંબઈના દંપતીએ વિશ્વાસમાં લઇ લાખો રૂપિયા ચાઉં કરી ગયા

ગંભીર ઈજાઓ પહોંચતા નડીયાદ તાલુકાના ચકલાસી તાબે સૂર્યનગરમાં રહેતા મેલજીભાઈ ડાહ્યાભાઈ વાઘેલા BSF 56 મહેસાણા ખાતે ફરજ બજાવતા હતા.પંદર દિવસની રજા લઈ તેઓ ઘરે આવ્યા હતા. દરમ્યાન તેમની ગામની બાજુમાં આવેલ વનીપુરા ગામના શૈલેષ ઉર્ફે સુનિલ દિનેશભાઇ જાદવે થોડા દિવસ અગાઉ BSF જવાન મેલજીભાઈની સગીરવયની દિકરીનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ કર્યો હતો.

ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધુ જે બાબતે મેલજીભાઈ અને તેમની પત્ની તથા તેમનો દીકરો અને ભત્રીજો શનિવારની રાત્રે ઠપકો કરવા આ શૈલેષ ઉર્ફે સુનિલના ઘરે વનીપુરા ખાતે ગયા હતા. જ્યાં શૈલેષ ઉર્ફે સુનિલ ઘરે હાજર નહોતો. તેમના પરિવારજનો હાજર હતા. દરમિયાન મેલજીભાઈએ ઠપકો કરતાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધુ હતું. શૈલેષ ઉર્ફે સુનિલના પિતા,કાકા,દાદા સહિતના પરિવારજનો લાકડી,ધારીયા,પાવડા લઈ BSF જવાન અને તેમના દિકરા પર તૂટી પડતાં BSF જવાનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નિપજ્યું હતુ.જ્યારે તેમના દિકરાને ગંભીર ઈજાઓ (BSF jawan killed in Kheda) પહોંચતા સારવાર હેઠળ છે.

તપાસ હાથ ધરવામાં આવી વિડીયો વાયરલ કરનાર શૈલેષ ઉર્ફે સુનિલ જાદવ ફરાર સમગ્ર ઘટના જે મામલે બનવા પામી હતી. તે મૃતક બીએસએફ જવાન મેલજીભાઈની પુત્રીનો વિડીયો વાયરલ (BSF jawan killed in Kheda) કરનાર શૈલેષ ઉર્ફે સુનિલ જાદવ વિરૂદ્ધ મૃતકના પુત્ર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેને લઈ પોલીસ દ્વારા શૈલેષ ઉર્ફે સુનિલ જાદવ વિરૂદ્ધ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુનિલ જાદવ હાલ ફરાર છે. પોલીસ દ્વારા તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.